અલ્પેશભાઈ ચૂંટણી લડશે અને જીતશેઃ સીઆર પાટીલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 16:34:35


ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ગુજરાતનો માહોલ રસપ્રદ બની રહ્યો છે. રોજ નવા નવા રાજકીય ખેલ જોવા મળી રહ્યા છે તેવામાં આજે સીઆર પાટીલે અલ્પેશ ઠાકોર મામલે મોટું નિવેદન આપ્યું છે. 


પાટીલે અલ્પેશ વિશે શું વાત કરી?


સીઆર પાટીલે અલ્પેશ ઠાકોર મામલે મોટું નિવેદન આપ્યું છે. ચૂંટણી લડવા મામલે અલ્પેશ ઠાકોર ઉતાવળા થઈ રહ્યા છે તે મામલે સીઆર પાટીલે તેમને ચૂંટણી લડાવવાના સંકેત આપ્યા છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે અને જીતશે તેવો ભાજપનો પૂરો ભરોસો છે. સીઆર પાટીલે જણાવ્યું હતું કે અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતા છે. ચૂંટણી લડવા માટે ટિકિટ આપવાનો નિર્ણય અંતે હાઈકમાન્ડને લેવાનો છે. 


ઉત્તર ગુજરાતમાં ભાજપનો બેડો પાર થશે?

ઉત્તર ગુજરાતમાં અન્ય પછાત વર્ગનો દબદબો છે. તેમાં અનેક નેતાઓએ પોતાની કામગીરીથી નામ મેળવ્યું છે. ઉત્તર ગુજરાતના બે OBC નેતા એટલે કે શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર એક થવા જઈ રહ્યા છે. જો આ બે નેતા એક થઈ જશે તો ઉત્તર ગુજરાતમાં ભાજપનો બેડો પાર થઈ શકે છે. જો કે ભૂતકાળની વાતોને વાગોળીએ તો ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે  શંકરચૌધરીને વાવ બેઠક પરથી હરાવ્યા હતા. હવે જ્યારે ઉત્તર ગુજરાતના આ બે દિગ્ગજ નેતા ભાજપમાં જોડે જોર લગાવશે તો ભાજપનો બેડો પર થઈ શકે છે.  


શંકર ચૌધરી પણ અલ્પેશ તરફી માહોલ બનાવી રહ્યા છે

બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ અલ્પેશ ઠાકોરાન તરફેણમાં નિવેદનો આપી રહ્યા છે. તેમણે એવું નિવેદન આપ્યું હતું કે અલ્પેશ ઠાકોરને જીતાડવા તમામ લોકોની જવાબદારી છે. અલ્પેશ ઠાકર જાન લઈને પહોંચ્યા છે તો હવે તેમની જાન વચ્ચે અટકી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે. 


કોણ છે આ અલ્પેશ ઠાકોર?

ઉત્તર ગુજરાતના અલ્પેશ ઠાકોરે 26 જિલ્લા, 176 તાલુકા અને 9500 ગામોમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નામનું મજબૂત સંગઠન ઉભું કર્યું હતું. તેમણે વર્ષ 2011 બાદ દારુબંધી જેવા કામો પર પણ કામ કર્યા છે. તેઓ પોતાના બેફામ નિવેદનો આપવા માટે જાણિતા છે જોકે તેમને પોતાના જ નિવેદનોથી નુકસાનો પણ થયા છે તે અલગ વિષય છે. કોંગ્રેસથી તેઓ ધારાસભ્ય પણ રહ્યા છે અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા. ભાજપમાં જોડાવાની સાથે જ તેમનો સૂરજ આથમ્યો તેવું લોકો કહી રહ્યા છે. પોતાના મહત્વકાંક્ષાઓના કારણે પક્ષપલટાના કારણે તેમના વિસ્તારના લોકો તેમની વિરોધમાં જતા રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના રઘુ દેસાઈએ તેમને હરાવી દીધા હતા. ત્યારથી તેઓ પોતાની રીતે કાર્યક્રમો કરી રહ્યા છે પરંતુ ટીવી પર નિવેદનો માટે જાણિતા અલ્પેશ ઠાકોર હવે 

 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.