સી આર પાટીલ પાસે રૂ. 8 કરોડની ખંડણી માગનારા જિનેન્દ્ર શાહની ધરપકડ, વિજયસિંહ રાજપૂત વોન્ટેડ જાહેર


  • Published By :
  • Published Date : 2023-07-27 20:39:48

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પાસેથી 8 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. મળતી જાણકારી મુજબ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પાસેથી 8 કરોડની ખંડણી માંગનારા અમદાવાદના જીનેન્દ્ર શાહની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. સી આર પાટીલ પર આ વ્યક્તિએ ચૂંટણીમાં રૂ. 80 કરોડ ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ લગાવીને ખંડણી માગી હતી. આ મામલે સુરતના ભટાર રોડ પર રહેતા ભાજપ કાર્યકર્તા સની ઠક્કરે ફરિયાદ નોંધાવાતા ક્રાઇમ બ્રાંચે ખંડણી માગનારની ધરપકડ કરી લીધી છે. જે પછી આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલાયો છે.


સની નિલેશભાઇ ઠાકોરની ફરિયાદ બાદ કાર્યવાહી 


સુરતના ભટાર રોડ ના ઉમરાવ નગરમાં રહેતો સની નિલેશભાઇ ઠાકોર શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી તરીકે કામ કરે છે. તેણે જિનેન્દ્ર શાહ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવો ઉલ્લેખ કરાયો છે કે ગત 30મી ઓગષ્ટ 2022ના રોજ તેને વોટ્સએપ પર એક લીંક સાથે વીડિયો મળ્યો હતો. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે 80 કરોડનો કાંડ કર્યો એવું લખેલું હતું. વિધાનસભાની ચૂંટણી સમયે  જીનેન્દ્ર શાહે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સામે ગંભીર આક્ષેપ કરતો વીડિયો વાયરલ કર્યો હતો. જીનેન્દ્ર શાહે આક્ષેપ કર્યો હતો કે તેણે રુપિયા 80 કરોડ પાર્ટી ફંડ માટે ઉઘરાવી આપ્યા હતા. જેમાંથી વાયદા અનુસાર 10 ટકા લેખે 8 કરોડ કમિશન મને આપવામાં આવ્યું નથી. જો કે પાટીલે તેના આરોપોને ફગાવી દીધા હતા. અને તેના પર કોઇપણ જાતના આધાર પુરાવા વિના, બદનામ કરવા અને પ્રતિષ્ઠાને હાની પહોંચાડી રાજકીય હેતુ પાર પાડવાનો આરોપ લગાવ્યો હતો.


શાહને ત્રણ દિવસના રિમાન્ડ, વિજયસિંહ રાજપૂત વોન્ટેડ જાહેર


જિનેન્દ્ર શાહ સામે IPC કલમ 384, 469, 500, 504 તથા 501 બ અનુસાર ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે જીનેન્દ્ર શાહની આ કેસમાં ધરપકડ કરી છે. શાહને બુધવારે સાંજે કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચે 29મી તારીખે સાંજ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે. ખંડણી વસૂલવા વીડિયો બનાવી તેને વાયરલ કરવામાં શાહને મદદ કરનારા વિજયસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાનું પણ આધારભૂત પોલીસ સૂત્રો પાસે જાણવા મળ્યું છે.


જિનેન્દ્રએ શું આક્ષેપ કર્યાં હતાં?


​​​​​​​જિનેન્દ્રએ એક વીડિયો બહાર પાડીને કહ્યું હતું કે, પાટીલે ચૂંટણી વખતે મને બિનસત્તાવાર રીતે ચૂંટણી ફંડ, સંવેદનશીલ દસ્તાવેજોની હેરફેર કરવાની કામગીરી સોંપી હતી. હું જે ફંડ લઇ આવું તેમાંથી 10 ટકા કમિશન મને ચૂકવવાનું હતું. મેં ચૂંટણી વખતે ભાજપ તરફી મતદાન કરાવવા માટે બે હજાર લેખે 30 હજાર મતદાતાઓમાં 60 લાખ રૂપિયા વહેંચ્યાં હતાં. કામના બદલામાં મને ભાજપમાં પદની પણ ઓફર કરાઇ હતી. પરંતુ ચૂંટણી પૂરી થતાં પાટીલે મને કમિશન કે પદ આપવાનો ઇન્કાર કરી દીધો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?