ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. પ્રચાર દરમિયાન અનેક વખત પાર્ટી પર પ્રહાર કરવામાં આવતા હોય છે. આ વખતે સી.આર.પાટીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે. સી.આર.પાટીલે પોતાના નિવેદનમાં કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓના મત કાપશે. જેની સીધી અસર ભાજપને થશે.
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી છે - સી.આર.પાટીલ
ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી કરવા આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે. જોરશોરથી આપ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પણ પ્રચાર કરવામાં લાગી ગઈ છે. ભાજપનો પ્રચાર કરવા સી.આર.પાટીલ ગયા હતા જ્યાં તેમણે આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીઓના મત કાપશે. જેની સીધી અસર ભાજપને થશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ લડાઈ છે.
લોકતંત્રમાં બદલાવ જરૂરી છે - પાટીલ
ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ભાજપ, આપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ ગયા છે. વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં નથી આવી. જેને લઈ તેમણે નિવેદન આપ્યું હતું કે લોકતંત્રમાં બદલાવ જરૂરી છે. જેને કારણે અમે આ વખતે અનેક યુવા ચહેરાઓને મોકો આપ્યો છે. ભાજપ સામાન્ય રીતે 20 ટકા ધારાસભ્યોને બદલે જ છે. આ યાદી એક પેઢીગત પરિવર્તન દર્શાવે છે.