ડમી કાંડ મામલે સી.આર પાટિલે યુવરાજ સિંહ પર સાધ્યું નિશાન, ભાવનગરમાં શું કહ્યું ભાજપ પ્રદેશ પ્રમુખે, જાણો


  • Published By :
  • Published Date : 2023-04-23 17:28:50

સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દેનારા ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર 1 કરોડની ખંડણીનો આરોપ લાગ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. યુવરાજ સિંહના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. હવે આ સમગ્ર મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે પણ ભાવનગરમાં પ્રતિક્રિયા આપતા યુવરાજ સિંહ પર આકરા પ્રહાર કર્યાં હતા.  ભાવનગરની મુલાકાતે પહોંચેલા સી.આર પાટિલે કહ્યું કે જે વ્યક્તિ ડમી કૌભાંડની વાતો કરતો હોય એ વ્યક્તિ આજે આરોપીના પાંજરામાં છે, અને તે પોલીસ તપાસમાં ગુનેગાર સાબિત થાય એ મોટી ઘટના છે. 


સી.આર પાટિલે યુવરાજ સિંહ પર સાધ્યું નિશાન


ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે ભાવનગરની મુલાકાતે છે. ડમી ઉમેદવાર કાંડને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલએ આજે મીડિયા સમક્ષ વાત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "આજે આખા રાજ્ય અને દેશે જોયું છે કે જે વ્યક્તિ આવાં કૌભાંડો ખુલ્લાં પાડવાની વાત કરતો હતો તે પોતે પાંજરામાં પૂરાયો છે. તેણે કરોડો રૂપિયા ઉશેળી છે. નિર્દોષ લોકોને દબાવ્યા છે અને કેટલાક દોષીઓ પાસેથી પણ બચાવવાનો વાયદો કરીને ખૂબ મોટી રકમ લીધી છે, જેના વિડીયો અને અન્ય પુરાવા પોલીસે કબ્જે કર્યા છે. ગુનેગારો સાથે સંબંધ હોવાથી કાંડની માહિતી મેળવતો હતો. મને લાગે છે કે તપાસમાં તેમની સાથે જોડાયેલા અન્ય પણ ઘણા લોકોને પોલીસ શોધી કાઢશે અને તેમને યોગ્ય સજા આપશે" ભાજપ પ્રદેશ પ્રમુખે વધુમાં કહ્યું કે, "નામ લેવું અને પુરાવા રજૂ કરવા અલગ-અલગ વાત છે. નામ આપવાનો તેમનો અધિકાર છે પરંતુ પુરાવા આપવાની પણ તેમની ફરજ છે. પોતાના બચાવમાં કોઈ વ્યક્તિનું નામ લેવું યોગ્ય નથી. તેમણે જે નામો આપ્યાં છે તેની પણ પોલીસ તપાસ કરશે. પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર પણ કર્યું છે કે, જે નામ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં આપ્યાં હતાં તેમાંનું એક પણ નામ પોતાના નિવેદનમાં લખાવ્યું નથી કે કોઈ પુરાવા પણ આપ્યા નથી. જેથી ફક્ત વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ સફળ થશે નહીં, કારણ કે પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહી છે."


પાટીલ ભાવનગરના સ્થાપના દિવસના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત


સી.આર. પાટીલ ભાવનગરના 301માં સ્થાપના દિવસના પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા સી.આર પાટીલ ભાવનગર પહોંચ્યાછે. અહીં સી.આર પાટીલ સૌપ્રથમ દરબારી કોઠાર પાસે આવેલ રાજઘાટ પર પહોંચી ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની સમાધીને નમન કરી પુષ્પાંજલિ પાઠવી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?