યુવરાજ સિંહને સી.આર.પાટીલનો ટોણો, 'ગુનેગારો ગમે તેટલો બકવાસ કરે તે નિરર્થક'


  • Published By :
  • Published Date : 2023-05-02 22:15:08

સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દેનારા ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પર પોલીસે ગાળિયો કસ્યો છે. તોડકાંડમાં યુવરાજસિંહ સહિત 6 આરોપીઓને રિમાન્ડ પછી જેલ હવાલે કર્યા છે. જો કે આ મામલે ફરી એક વખત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાવનગરમાં જ મોટું નિવેદન આપ્યું છે.


યુવરાજસિંહનો મામલો હવે ઘસાઇ ચુક્યો છે: પાટીલ


ભાવનગર તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજાના નિવેદન આ માત્ર અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી. અંગે સી.આર પાટીલને પુછવામાં આવતા તેમણે ટોણો મારતા કહ્યું કે 'ગુનેગારો ગમે તેટલો બકવાસ કરે તેનો કોઇ જ અર્થ નથી. યુવરાજસિંહનો તોડકાંડનો મામલો હવે ઘસાઇ ચુક્યો છે. ઘસાઇ ગયેલા ઇશ્યુને હવે શું કરવાનું? પોલીસ પોલીસનું કામ કરી રહી છે. આ અંગે હું વધારે કોઇ ટિપ્પણી કરવા માંગતો નથી'. પાટીલના આ નિવેદનના બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે.


યુવરાજસિંહના સસરાનું નામ પણ સામે આવ્યું


ભાવનગર તોડકાંડ મામલે ગઇકાલે રિમાન્ડ પૂર્ણ થતા જ યુવરાજસિંહને જેલ હવાલે કરી દેવાયા છે. આજે અન્ય આરોપીઓના પણ રિમાન્ડ પુર્ણ થતા તેમને જેલ મોકલી અપાયા છે. જો કે આ મામલે હવે યુવરાજસિંહના સસરાનું નામ પણ સામે આવી રહ્યું છે. તાજેતરમાં સામે આવેલા સીસીટીવીમાં  તેઓ પૈસાનું આંગડીયુ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. અત્યાર સુધીમાં તોડકાંડના યુવરાજ સિંહ અને તેમના બે સાળા સહિતે કુલ 6 આરોપીઓ જેલમાં છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?