સી આર પાટીલનો ટોણો 'કોંગ્રેસના લલ્લુઓને કહી દેજો કે 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જાય'


  • Published By :
  • Published Date : 2023-06-05 21:34:29

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફરી એક વખત કોંગ્રેસને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. કચ્છના ભુજના મિરજાપર માર્ગ પર કચ્છ જિલ્લા ભાજપના નવા કમલમ કાર્યલયનું સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગે સી.આર.પાટીલે પોતાના ભાષણ  કોંગ્રેસ પર વિવિધ મુદ્દે માર્મિક પ્રહારો કર્યા હતા.


કોંગ્રેસ પર આકરા પ્રહાર


કચ્છ જિલ્લા નૂતન કાર્યાલય ઓપનિંગ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ એવું કહેતા હતા કે ભાજપીઓ તો એમ કહે છે કે રામ મંદિર તો વહી બનાએગે લેકીન તારીખ નહીં બતાએગે તો એ કોંગ્રેસના લલ્લુઓને કહી દેજો કે 2024માં રામ મંદિરના દર્શન કરવા અયોધ્યા આવી જાય. ભાજપે આપેલું વચન નરેન્દ્ર મોદી પૂર્ણ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે કલમ 370 હટાવવા મુદ્દે કોંગ્રેસના નેતાએ PM મોદીને ધમકી આપી હતી. પરંતુ આ નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે, કોઇની ધમકીથી ડરતા નથી. તેમણે કોંગ્રેસને લલ્લુઓની પાર્ટી ગણાવી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...