કેરળના CPMના MLA એ રાજાની જેમ, શું ભાજપના આ ધારાસભ્યનું પદ પણ જશે?


  • Published By :
  • Published Date : 2023-03-23 16:57:12

કેરળના CPMના ધારાસભ્ય એ રાજાએ તેમનું પદ ગુમાવ્યું છે. 20 માર્ચના રોજ સોમવારે કેરળ હાઈકોર્ટે દલિત હિંદુ ધર્માંતરિત CPM ધારાસભ્ય એ રાજાની વિધાનસભ્યતા રદ કરતો ચુકાદો આપ્યો છે. ઇસાઇ ધર્મ પાળતા એ રાજા પર એવો આરોપ હતો કે તેઓ દલિત હોવાનું નકલી પ્રમાણપત્ર બનાવીને ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. હવે આ જ બાબત હિંદુ ધર્મ બદલીને ખ્રિસ્તી બનેલા વ્યારા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય મોહન કોંકણીને પણ લાગુ પડે છે. તો શું તેમની સામે કાર્યવાહી થશે? તે અંગે સવાલો થઈ રહ્યા છે.


શું મોહન કોંકણી પદ ગુમાવશે?


ભાજપના ધારાસભ્ય મોહન કોંકણી પણ ઇસાઇ ધર્મ પાળે છે. તેઓ તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીત્યા છે. હવે રસપ્રદ બાબત એ છે કે મોહન કોંકણી પણ કેરળના ધારાસભ્ય એ રાજાની જેમ જ અનામત સીટ પરથી ચૂંટણી જીત્યા છે. તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા સીટ આદીવાસી માટે અનામત છે, તો ખ્રીસ્તી ધર્મ પાળતા મોહન કોંકણી પર પણ શું કેરળ હાઈકોર્ટનો ચુકાદો અસર ન કરી શકે? ભાજપે જ્યારે ઈસાઈ ઉમેદવાર મોહન કોંકણીને વ્યારા સીટ માટે ટિકિટ આપી ત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ભાજપે મોહન કોંકણી પહેલા ક્યારેય ઈસાઈ ઉમેદવારને ટિકિટ આપી નહોતી. 


સમગ્ર મામલો શું છે? 


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ કહ્યું હતું કે જે દલિતો ઈસ્લામ ધર્મ અપનાવીને ખ્રિસ્તી બન્યા છે તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. કેન્દ્ર સરકારે રંગનાથ મિશ્રા કમિશનના રિપોર્ટને પણ સ્વીકારવાનો પણ સુપ્રીમ કોર્ટમાં ઇનકાર કરી દીધો હતો, જેમાં ધર્મ બદલનારા તમામ દલિતો માટે અનામતનું સૂચન કરવામાં આવ્યું હતું. ટુંકમાં હિંદુમાંથી ધર્મ બદલીને ખ્રિસ્તી અને મુસ્લિમ બનનાર દલિતોને અનામતનો લાભ મળતો નથી.


એ રાજાનો કેસ શું છે?


કેરળ વિધાનસભા 2021ની ચૂંટણીમાં દેવીકુલમ એક અનામત બેઠક હતી. આ સીટ પરથી CPM તરફથી એ રાજા અને કોંગ્રેસ તરફથી ડી કુમાર ચૂંટણી લડ્યા હતા. એ રાજાએ  તેમના હરીફ ડી કુમારને 7,848 મતોથી હરાવ્યા હતા. આ પછી કોંગ્રેસના નેતા ડી કુમારે કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો કે ધારાસભ્ય એ રાજા દલિત હિન્દુમાંથી ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ગયા છે. આવી સ્થિતિમાં તેમને અનામત વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે બનાવટી સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ મામલાની સુનાવણી બાદ કેરળ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, એ રાજા કેરળના દલિત હિન્દુ પરાયણ સમુદાય સાથે સંબંધ ધરાવતા નથી. તેઓ ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બની ગયા છે. આવી સ્થિતિમાં એ રાજા અનામત દેવીકુલમ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાવાને પાત્ર નથી.  કેરળ હાઈકોર્ટના આ ફેંસલા બાદ એ રાજા હવે વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકશે નહીં. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...