વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યની ભાજપ સરકારને કર્મચારીઓની સાથે-સાથે સમાજના વિવિધ વર્ગોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકારે ગત બજેટમાં ગૌશાળામાં ગાયોના નિભાવ ખર્ચ માટે 500 કરોડની સહાય જાહેરાત કરી હતી. સરકારે જાહેરાત કર્યાના મહિનાઓ વીતી ગયા છતાં હજી સહાય ચૂકવામાં આવી નથી. સરકાર સહાય ચૂકવે તે માટે રાજ્યભરમાં ગૌ શાળા સંચાલકો ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. આજે મોટી સંખ્યામાં બનાસકાંઠાના ગૌશાળાના સંચાલકોએ સરકારની નીતિનો વિરોધ કરતા મુંડન કરાવ્યું હતું.
બનાસકાંઠાના ડીસામાં ધરણા પર બેઠેલા 101 ગૌભક્તોએ મુંડન કરાવી સરકારનું બેસણું કરી વિરોધ નોંધાવ્યો. ગોભક્તોની માગણી છે કે ગૌશાળાને 500 કરોડની સહાય આપવામાં આવે.#Gujarat #Banaskatha #Jamawat @devanshijoshi71 #banaskantha pic.twitter.com/TCyEX87cNe
— Jamawat (@Jamawat3) September 25, 2022
સરકારના વલણથી ગૌ શાળા સંચાલકો નિરાશ
બનાસકાંઠાના ડીસામાં ધરણા પર બેઠેલા 101 ગૌભક્તોએ મુંડન કરાવી સરકારનું બેસણું કરી વિરોધ નોંધાવ્યો. ગોભક્તોની માગણી છે કે ગૌશાળાને 500 કરોડની સહાય આપવામાં આવે.#Gujarat #Banaskatha #Jamawat @devanshijoshi71 #banaskantha pic.twitter.com/TCyEX87cNe
— Jamawat (@Jamawat3) September 25, 2022ગૌ શાળા સંચાલકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ કર્યો હતો. જેમાં કોંગ્રેસના માલધારી સમાજના ધારાસભ્યએ ટેકો આપ્યો હતો. આમ છતાં સરકારે સહાય રકમ બાબતે કોઈ હકારાત્મક જવાબ ન આપતા ગૌશાળા સંચાલકોએ બનાસકાંઠા અને પાટણમાં સરકારી કચેરીઓમાં ગાયો બાંધી દીધી હતી. આ ઉપરાંત ડીસા રાધનપુર હાઇવે બંધ કરી ચક્કાજામ કર્યું હતું. તે ઉપરાંત ગૌ શાળા સંચાલકોએ મંત્રી કીર્તિસિંહ વાઘેલાની કારને રોકીને વિરોધ કર્યો હતો. કેટલાક ગૌશાળા સંચાલકોએ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી નમો કિસાન પંચાયતનો વિરોધ કરી ભાજપના કાર્યકર્તાને ધક્કે ચડાવ્યા હતા. આજે ગૌશાળા સંચાલકોએ મુંડન કરાવીને સરકારનો વિરોધ નોંધાવ્યો છે.