AMC દ્વારા પકડવામાં આવેલી ગાયોને આવી પરિસ્થિતિમાં રખાય છે! આ દ્રશ્યો જોઈ તમે વિચલીત થઈ શકો છો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-17 14:41:34

રખડતા ઢોરના ત્રાસથી લોકોને મુક્તિ મળે તે માટે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. તંત્રની કામગીરી પર અનેક વખત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે. કોર્ટની અનેક વખત ફટકાર બાદ તંત્ર રખડતા ઢોરને પકડવા માટે દોડતું થયું. રખડતા ઢોરને તો પકડવામાં આવે છે પરંતુ કેવી પરિસ્થિતિમાં ગાયોને રાખવામાં આવે છે કદાચ એનો વિચાર આપણે નહીં કરી શકીએ. અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં ગાયોને જેવી પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તે દયનિય છે. હાઈકોર્ટની ફટકાર બાદ જ્યારે ટીમ ઢોરને પકડવા માટે જાય છે ત્યારે માલધારી અને ઢોરપાર્ટી વચ્ચે બબાલ થાય છે, મારપીટ થાય છે તેવી ઘટનાઓ, તેવા કિસ્સાઓ આપણે જોયા છે. રખડતા ઢોરને પકડવાની કામગીરીના વીડિયો અનેક વખત બતાવવામાં આવ્યા ત્યારે આજે એવા દ્રશ્યો બતાવવા છે કે કેવી પરિસ્થિતિમાં ગાયોને રાખવામાં આવે છે?

હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર દ્વારા પકડવામાં આવ્યા હતા ઢોરને 

હાઈકોર્ટની ઝાટકણી બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક ગાયોને પકડવામાં આવી છે અને ઢોરવાસમાં રાખવામાં આવે છે. એક વખત તો સમાચાર સામે આવ્યા હતા કે ઢોરવાસ પેક થઈ ગયા છે. રખડતા ઢોરને પકડવા જ્યારે ટીમ જતી હતી તેના દ્રશ્યો તો અનેક વખત બતાવ્યા છે પરંતુ ગાયોને કેવી પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તેના દ્રશ્યો આજે તમને બતાવવા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવેલા ઢોરને વિવિધ સંસ્થાઓ દ્વારા અન્ય ગૌશાળા કે પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી છે.



પાંજરાપોળમાં નથી પાણીની વ્યવસ્થા અને અનેક ગાયો મૃત હાલતમાં મળી!

ત્યારે અમદાવાદના રાસ્કા ગામ નજીક આવેલી એક પાંજરાપોળનો વીડિયો માલધારી આગેવાન દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં માલધારી આગેવાને આક્ષેપ કર્યો છે કે, રાસ્કા ગામ ખાતે ચલાવવામાં આવતી સંસ્થા દ્વારા પાંજરાપોળમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પકડેલા ઢોર રાખવામાં આવ્યા છે. જ્યાં પાણીની કોઈ વ્યવસ્થા નથી અને ત્રણથી ચાર ઢોર મૃત્યુ પામ્યા છે. ઢોરને કાગડા કોતરી કોરી ખાઈ રહ્યા છે.આના પહેલા પણ એક વિડિઓ સોશ્યિલ મીડિયા પર વાઇરલ તહ્યો હતો જેમાં અમદાવાદમાં ગાયો જ્યાં રાખવામાં આવી ત્યાં ગાયોની હાલત ખરાબ હતી. 

ગાંધીનગરના પાંજરાપોળની મુખ્યમંત્રીએ લીધી મુલાકાત 

અમદાવાદની વાત કરી રહ્યા છીએ તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીએ પણ  ગાંધીનગરમાં આવેલા એક પાંજરાપોળની ઓચિંતી મુલાકાત લીધી હતી. ગાંધીનગર સેક્ટર 30 નજીક આવેલા પાંજરાપોળ તેઓ પહોંચ્યા હતા. પાંજરાપોળ પહોંચીને કેવી રીતે ગાયોને રાખવામાં આવે છે તેની માહિતી તેમણે મેળવી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?