ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, દવાઓની અછતે ચિંતા વધારી, 20 લાખ લોકોના મોતની આશંકા


  • Published By :
  • Published Date : 2022-12-20 18:57:37

ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. કટોકટી માત્ર ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો કરવા વિશે નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકો એટલી મોટી સંખ્યામાં જીવ ગુમાવી રહ્યા છે કે મૃતદેહોને દફનાવવા માટે કબ્રસ્તાનમાં લાંબી કતારો લાગી રહી છે. કોરોનાની નવી લહેરે વહિવટી તંત્ર માટે પણ ચિંતા સર્જી છે અને સત્તાવાળાઓ હોસ્પિટલોમાં પથારીની સંખ્યા વધારવા અને ફ્રિ ટેસ્ટિંગ સેન્ટરો સ્થાપવાના પડકારોનો સામનો કરી રહ્યા છે. બેઇજિંગ, ચોંગકિંગ અને ગુઆંગઝુ શહેરોના કબ્રસ્તાનોએ મંગળવારે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તેઓ સામાન્ય કરતાં વધુ વ્યસ્ત હતા. એક કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જગ્યા ઓછી પડવાની જાણ કરી છે.


મોતનાં આકડા શંકાસ્પદ


નેશનલ હેલ્થ કમિશને મંગળવારે કોવિડના પાંચ લોકોના મોતની માહિતી આપી હતી. આ તમામ મોત રાજધાની બિજીંગમાં થયા છે. વર્ષ 2019ના અંતમાં વુહાન શહેરમાંથી કોરોના મહામારીની શરૂઆત થયા બાદ ચીનમાં અત્યાર સુધીમાં માત્ર 5,242 લોકોના જ મોત થયા છે. દુનિયાના અન્ય દેશોની તુલનામાં આ આંકડો ખુબ જ ઓછો છે.


કોરોના નિયમોમાં રાહત આપતા સ્થિતી વણસી


કોરોના સંક્રમણની નવી લહેરથી બચવા માટે કોરોના લોક ડાઉન લગાવવામાં આવ્યું હતું. જો કે ત્યાર બાદ દેશભરમાં વ્યાપી વિરોધ પ્રદર્શન બાદ અધિકારીઓએ આ મહિને ઝીરો કોવિડ પોલીસી હેઠળ કડક અને અનિવાર્ય ટેસ્ટિંગ જેવા નિયમોમાં રાહત આપવામાં આવી હતી. પ્રતિબંધો હટ્યા બાદ કેટલીક હોસ્પિટલમાં દર્દીઓ મરી રહ્યા છે અને ફોર્મેસિયોમાં દવાઓની અછતનું સંકટ સર્જાયું છે.


દુનિયાની 10 ટકા વસ્તી પર જોખમ


કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ચીનની 60 ટકા વસ્તી એટલે કે દુનિયાની લગભગ 10 ટકા વસ્તી આગામી ત્રણ મહિનામાં સંક્રમિત થઈ શકે છે. એટલું જ નહીં લગભગ 20 લાખ લોકોના મોતની પણ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. બીજિંગમાં હાલ તો કબ્રસ્તાનોની બહાર ગાડીઓની કતાર જોવા મળી રહી છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?