ચીનમાં કોરોના સંક્રમણે ફરી માથું ઉચક્યું છે, આ વખતે Corona BF.7 Variantને સમગ્ર દેશમાં કહેર મચાવ્યો છે. એક નવા રિપોર્ટે ચાઈનીઝ ઓથોરિટીની ચિંતા વધારી છે, આ નવા રિપોર્ટ પ્રમાણે દેશભરમાં લગભગ 10 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે 24 કલાકમાં પાંચ હજાર લોકોના મોત થયા છે.
લંડનની એનાટિક્સિ ફર્મે જાહેર કર્યો રિપોર્ટ
ચીનમાં વધઈ રહેલા કોરોના સંક્રમણ અંગે લંડન સ્થિત જાણીતા એનાટિક્સિ ફર્મ એયરફિનિટી લિમિટેડએ આંકડા ટાંકીને રિપોર્ટ રજુ કર્યો છે. દેશમાં અત્યંત સંક્રામક Corona BF.7 Variantના કારણે સંક્રમણ વધ્યું છે. ચીનમાં કોરોના નિયમો હળવા કરાયા ત્યારથી જ આ નવો વેરિયન્ટ વધુ આક્રમક બન્યો છે. તેના કારણે જ દેશમાં નવા કેસની સંખ્યા 3.7 લાખ થઈ શકે છે, જ્યારે માર્ચમાં આંકડો વધીને 42 લાખ સુધી પહોંચી શકે છે.
ચીન સરકારે આંકડાની જાહેરાત બંધ કરી
ચીનમાં કોવિડ સંક્રમણ અંગેના સત્તાવાર આંકડા જાહેર કરવાનું સરકારે બંધ કર્યું છે. આ કારણે જ કોરોનાની સાચી સ્થિતી અંગે માહિતી મળતી નથી, જો કે એવું અનુમાન છે કે રાજધાની બીજિંગમાં સંક્રમણ દર 50 ટકાથી વધુ રહી શકે છે. જ્યારે સૌથી વધુ કોરોના પ્રભાવિત શહેર અને રાજ્યોમાં આંકડો 70ટકાથી વધુ રહી શકે છે. બીજિંગમાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. દર્દીઓની સંખ્યા એટલી વધુ છે કે દર્દીઓને બેડ મળતા નથી. હોસ્પિટલોમાં દવાઓનો જથ્થો ઘટ્યો છે. આ જ સ્થિતી શ્મશાન ગૃહોની બહાર જોવા મળી રહી છે. મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.