ચીનમાં કોરોના સંક્રમણ સતત તીવ્ર ગતિએ વધી રહ્યું છે. દેશના વિવિધ ભાગોમાં દરરોજ લાખોની સંખ્યામાં કોરોના સંક્રમિત લોકો મળી રહ્યા છે. ઝેઝિયાંગ પ્રાંતમાં એક જ દિવસમાં 10 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
ઝેઝિયાંગ પ્રાંત દેશનું મેન્યુફેક્ચરિંગ હબ
શાંઘાઈ પાસે આવેલો ઝેઝિયાંગ પ્રાંત ચીનનું મેન્યુફેક્ચરિંગ હબ છે. તેની વસ્તી લગભગ 6.5 કરોડ છે, તેનું મુખ્ય કેન્દ્ર હાંગઝોઉ ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબા ગ્રુપ ઉપરાંત અનેક ટેકનોલોજી કંપનીઓના હેડક્વાર્ટર ધરાવે છે. અહીં એપલ તથા જાપાનની કાર મેન્યુફેકચરર્સ કંપની નિડેક તથા અન્ય કંપનીઓના પણ યુનિટ આવેલા છે. કોરોનાના કહેરના કારણે આ કંપનીઓના કામકાજ પર અસર પડશે અને વૈશ્વિક ઉત્પાદન અને પુરવઠો પ્રભાવિત થવાનો ખતરો પેદા થયો છે.