શું કોરોના વાયરસ પુનરાગમન કરવા જઈ રહ્યો છે? યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા કોવિડ-19નું નવો વેરિયેન્ટ BA.2.86ને શોધી કાઢ્યો છે. આ નવો વેરિયેન્ટ અમેરિકા, ડેનમાર્ક અને ઇઝરાયેલમાં જોવા મળ્યું છે. નિષ્ણાતોએ આ શિયાળામાં નવો વેરિયેન્ટ ઘાતક બને તેવી આશંકા વ્યક્ત કરી છે. CDCએ એક ટ્વીટમાં કહ્યું, 'અમે BA.2.86 વિશે વધુ માહિતી મેળવી રહ્યા છીએ. કોવિડ-19 ની જેમ તમારી જાતને કોવિડ-19ની જેમ જ બચાવો. રોઇટર્સના રિપોર્ટ મુજબ, WHOએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની એક પોસ્ટમાં કહ્યું હતું કે તેણે મોટી સંખ્યામાં મ્યૂટેશનને ધ્યાનમાં રાખીને BA.2.86 ને મોનિટરિંગ હેઠળ રાખ્યું છે.
WHOએ શું કહ્યું?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને અમેરિકા (America)ના સ્વાસ્થ્ય અધિકારીઓએ શુક્રવારે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે કોવિડ-19ના એક નવા વેરિએન્ટ (New Variant) પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. નવા વેરિએન્ટનું નામ BA.2.86 છે. તેની સંભવિત અસર અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.WHOએ મહામારી અંગે એક બુલેટિન જારી કરી કહ્યું છે કે મોટી સંખ્યામાં કોરોનાના સ્પાઈક જીન મ્યુટેશનને લીધે નવા વેરિએન્ટનો જન્મ થયો છે. અત્યાર સુધીમાં આ વેરિએન્ટ ફક્ત ઈઝરાયલ, ડેનમાર્ક અને અમેરિકામાં જ જોવા મળ્યા છે. જો કે કોરોનાના આ નવા વેરિએન્ટ અંગે WHOએ કહ્યું છે કે BA.2.86 મ્યુટેશનના સંભવિત જોખમની માહિતી મળી નથી અને તેને લગતુ સાવધાનીપૂર્વક મૂલ્યાંકન (carefully Evaluate) કરવામાં આવી રહ્યું છે.