ચીનમાં કોરોનાના કેસમાં રેકોર્ડ વધારો થયો છે, ભારત સરકારે પણ કોરોનાના વધતા કેસને જોઈને રાજ્ય સરકારોને વિગતવાર ગાઈડલાઈન્સ આપી છે. આ દરમિયાન વિદેશમાંથી ભારત આવેલા કેટલાક લોકો કોરોના સંક્રમિત જણાયા છે. આજે દિલ્હીમાં 4 જ્યારે કોલકાત્તામાંથી 2 કોરોના સંક્રમિત મળી આવતા કેન્દ્ર સરકાર એક્સનમાં આવી છે.
Random COVID-19 testing has started at various airports across the country in the wake of rising cases of #COVID globally. pic.twitter.com/pfQeUSWgcA
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 26, 2022
દેશમાં કોરોનાને લઈ શું છે ઘટનાક્રમ
Random COVID-19 testing has started at various airports across the country in the wake of rising cases of #COVID globally. pic.twitter.com/pfQeUSWgcA
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 26, 2022ઉત્તર પ્રદેશના આગ્રામાં ચીનથી પરત ફરેલા યુવકનો કોરોના પોઝિટિવ મળી આવતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગ 7 દિવસ સુધી તેની ચુવકને તેની દેખરેખ હેઠળ રાખશે. દરમિયાન, યુવાનોના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે લખનૌના કેજીએમયુમાં મોકલવામાં આવશે.
રાજધાની દિલ્હીમાં મ્યાનમારથી પરત ફરેલા ચાર અને દુબઈ અને મ્યાનમારથી આવેલા 2 નવા કોરોના કેસ કોલકાતામાં મળી આવ્યા છે.
બિહારના બોધ ગયામાં બ્રિટન અને મ્યાનમારના વિદેશી નાગરિકો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તે જ સમયે, રાજ્ય સરકારે હવે બોધગયા આવેલા વિદેશી પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ લેવાનું શરૂ કર્યું છે.
કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે કેન્દ્રએ એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોની રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે. દરેક ફ્લાઇટમાંથી 2 ટકા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે.
આ સાથે જ, કેન્દ્રએ એવા દેશોના તમામ પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે જ્યાં કોરોના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગ-કોંગ, બેંગકોક વગેરે છે.
દેશમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશ સરકારે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં પણ પોલીસ અને આરોગ્ય કર્મચારીઓ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. તો, સામાન્ય લોકોના સંબંધમાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
દેશમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ ઉત્તરાખંડ સરકારે પણ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.
એ જ રીતે કર્ણાટક, મુંબઈ અને દિલ્હીની AIIMSમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
કર્ણાટકમાં સિનેમાઘરો, શાળાઓ અને કોલેજોમાં માસ્ક ફરજિયાત બનાવાયા છે. પબ, રેસ્ટોરન્ટ અને બારમાં નવા વર્ષની ઉજવણી માટે પણ માસ્ક ફરજિયાત રહેશે. સવારે 1 વાગ્યા પછી નવા વર્ષની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.