દુનિયાભરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ભારતમાં અત્યાર સુધી એરપોર્ટ અને બંદરોથી આવતા આંતરરાષ્ટ્રિય મુસાફરોની તપાસમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા છે. ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા કુલ 19,227 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાંથી 124 કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા.
Of the 124 positive samples, genome sequencing results of 40 were received of which XBB including XBB.1 was found in the maximum 14 samples. BF 7.4.1 has been found in one sample: Official Sources
— ANI (@ANI) January 5, 2023
6 દેશોના મુસાફરોનું ટેસ્ટીંગ
Of the 124 positive samples, genome sequencing results of 40 were received of which XBB including XBB.1 was found in the maximum 14 samples. BF 7.4.1 has been found in one sample: Official Sources
— ANI (@ANI) January 5, 2023ભારતમાં કોરોના ન ફેલાય એટલે સરકારે 1 જાન્યુઆરથી 2023થી છ દેશોમાંથી આવનાર પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. આ છ દેશોમાંથી આવનાર લોકો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો તેથી 124 કોરોના પોઝિટીવ મળ્યા છે. મુસાફરોની તપાસમાં ઓમિક્રોનના 11 સબ વેરિયેન્ટ્સ મળ્યા છે.
ઓમિક્રોનના કયા છે 11 સબ વેરિયેન્ટ્સ
ઓમિક્રોનના 11- સબ વેરિયેન્ટ્સની મુળ વાત કરીએ તો XBB 1, 2, 3, 4,5 ની સંખ્યા સૌથી વધુ મળ્યા છે. ત્યાં જ BA.5, BQ 1.1 અને BQ1.122, BQ 1. 1.5, CH1.1, CH.1.1.1, BF.7.4.1, BB3 પણ સંક્રમિતોમાં જોવા મળ્યા છે. જો કે આ પ્રકારના વેરિયેન્ટની કોઈ વિપરીત અસર જોવા મળતી નથી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ તમામ વિરિયંન્ટ પર ભારતીય રસીની સંતોષજનક અસર જોવા મળી છે. તેથી જ હાલ તુરંત નવી વેક્સિનની જરૂર અનુભવાઈ નથી.