ચીનમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ બાદ ભારતમાં પણ ભયનો માહોલ છે. દેશમાં લોકો હવે કોરોનાના બુસ્ટર ડોઝની માગ કરી રહ્યા છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ મંત્રાલયના કર્મચારીઓને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કોરોનાના નવા વેરિયેન્ટનો સામનો કરવા માટે અન્ય કોઈ પણ પ્રકારના બુસ્ટર ડોઝની જરૂરીયાત ન હોવાનું જણાવ્યું હતું.
220.11 કરોડ લોકોને રસીના ડોઝ
સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા દેશમાં આપણે બુસ્ટર ડ્રાઈવને પૂરી કરવી પડશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 134 નવા કેસ નોંધાયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વર્તમાનમાં 2,582 છે. મંત્રાલયના આંકડા પ્રમાણે રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 220.11 કરોડ લોકોને રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે.
કોરોનાથી થતા મોતમાં આવ્યો રેકોર્ડ ઘટાડો
આ દરમિયાન માર્ચ 2020 બાદ પહેલી વખત છેલ્લા સપ્તાહમાં એટલે કે 26 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી દરમિયાન કોવિડથી થનારા મોતની સંખ્યા ઘટી છે. કોવિડ ડેટા બેઝ પ્રમાણે 19-25 ડિસેમ્બરમાં 16 લોકોના મોત નિપજ્યા છે.