COVID-19: નવા 594 કેસ નોંધાયા, કેરળમાં એક દર્દીનું મોત, એક્ટિવ કેસની સંખ્યા વધીને 2669એ પહોંચી


  • Published By :
  • Published Date : 2023-12-22 16:18:41

દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં ગુરૂવારે કોવિડ-19ના નવા 594 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 2311થી વધીને 2669 થઈ ગઈ છે. ભારતમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોરોનાના કેસ વધી શકે છે, કેમ  કે ભારતમાં કોરોનાના નવા સબ વેરિયેન્ટ JN.1ના પણ નવા કેસ સામે આવ્યા છે. JN.1 કોવિડ-19 વેરિયેન્ટ ફક્ત ભારતમાં જ નહીં દુનિયાના અન્ય દેશોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. 


 દેશના આ રાજ્યોમાં કેસ વધ્યા


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, એકલા કેરળમાં 2,606 એક્ટિવ કેસ છે. 21 ડિસેમ્બરે અહીં કોરોનાના 265 નવા કેસ નોંધાયા હતા. એક દર્દીનું મોત પણ થયું હતું. આ તરફ રાજસ્થાનના જયપુરમાં એક મહિનાનું બાળક કોરોના પોઝિટિવ મળી આવ્યું છે. તેની સારવાર ચાલી રહી છે. કર્ણાટકમાં 105 અને મહારાષ્ટ્રમાં 53 કોવિડ કેસ છે. ઘણા મહિનાઓ પછી યુપીના નોઈડામાં એક પોઝિટિવ દર્દી (54) મળી આવ્યા છે. ડોક્ટરે જણાવ્યું હતું કે દર્દી હાલમાં નેપાળ ગયો હતો. તે હરિયાણાના ગુરુગ્રામમાં કામ કરે છે.


અન્ય દેશોમાં પણ ચિંતા વધી


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, કોરોનાનું નવો JN.1 વેરિયન્ટ અત્યારસુધીમાં 41 દેશોમાં ફેલાઈ ગયો છે. ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન, સિંગાપોર, કેનેડા અને સ્વીડનમાં JN.1ના કેસ સૌથી વધુ છે. ભારતમાં નવા વેરિયન્ટના 21 કેસ છે. WHOએ JN.1નો 'વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ'માં સમાવેશ કર્યો છે. WHOએ કહ્યું હતું કે અત્યારસુધીનું વિશ્લેષણ કહે છે કે હાલની વેક્સિન JN.1 વેરિયન્ટ પર સંપૂર્ણપણે અસરકારક છે. આનાથી લોકોને બહુ જોખમ નથી. જોકે WHOએ સાવચેતીના ભાગરૂપે એક એડવાઈઝરી જાહેર કરી છે. આમાં લોકોને ભીડભાડવાળા અથવા પ્રદૂષિત વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી અંતર જાળવવા પણ કહેવામાં આવ્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?