સુરતના લિંબાયતમાં બહેને લવ મેરેજ કરતા ભાઈએ ચપ્પુના ઘા ઝીંક્યા, હલ્દીની વિધિ દરમિયાન જ યુવતીનું મોત થયું


  • Published By :
  • Published Date : 2023-06-27 14:45:40

ડાયમન્ડ સીટી તરીકે જગવિખ્ચાત સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં અવારનવાર હત્યા, લૂંટ અને દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે. સુરતના લીંબાયતમાં એક ભાઈએ જ બહેનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખતાં હાહાકાર મચી ગયો છે. ઘટનાને પગલે લિંબાયત પોલીસે સ્થળ પર પહોંચી ગુનો દાખલ કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે.


બહેને લવ મેરેજ કરતા થઈ હત્યા


સુરતના લિંબાયત વિસ્તારના આરડી ફાટક પાસે આવેલ રામેશ્વર સોસાયટી પાસે રહેતા ધાગાજી મહાજનના પુત્ર જીતેન્દ્ર મહાજનનો કલ્યાણી પાટીલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બંનેના સમાજ અલગ હોવાથી યુવતીનો પરિવાર આ સંબંધના વિરોધમાં હતો. જેથી જિતેન્દ્ર અને કલ્યાણીએ એક મહિના અગાઉ કોર્ટ મેરેજ કરી લીધા હતા. કલયાણી એક મહિનાથી જીતેન્દ્રના ઘરે રહ્યા બાદ જીતેન્દ્રના પરિવારએ બંનેના વિધિવત રીતે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. 27 જૂનના રોજ બંનેના લગ્ન હોય ગત 26 જૂનના રોજ સાંજના સમયે પીઠી ચોળવાની વિધી ચાલી રહી હતી ત્યારે જ અચાનક યુવતીનો પિતરાઈ ભાઈ મોનુ પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો અને લોકોની હાજરી વચ્ચે તેણે બહેન કલ્યાણી પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. 


લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો


પિતરાઈ ભાઈ મોનુ પાટીલે બહેન કલ્યાણી પર ચપ્પુના ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા બાદ તેને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી જોકે તેને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હત્યા કરનાર યુવતીના પિતરાઈ ભાઈ મોનુ પાટીલની પોલીસે અટકાયત કરી લીધી છે. તેમજ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે