વિરમગામના MLA હાર્દિક પટેલનની ડિસ્ચાર્જ અરજી કોર્ટે ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-08 14:26:28

પાટીદાર આંદોલનના પૂર્વ નેતા અને ભાજપના વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન વર્ષ 2018માં હાર્દિક પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ઉપવાસ મામલે પોલીસ સાથે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો મુજબ આ કેસમાં હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં કેસમુક્ત થવા માટે અરજી કરી હતી. જોકે તમામ દલીલોને અંતે કોર્ટે હાર્દિક પટેલને કોઈ રાહત આપી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો છે. મહત્વનું છે કે, હવે આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલને આ કેસમાં રાહત ન મળતા હવે આ કેસ આગળ પણ ચાલુ રહેશે.


કુલ 9 લોકો સામે થઈ હતી ફરિયાદ


અમદાવાદના નિકોલ વિસ્તારમાં સમગ્ર કેસ નોંધાયો હતો. માત્ર હાર્દિક પટેલ જ નહીં કુલ 9 લોકો સામે આ ગુનો નોંધાયો હતો. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. જે તે સમયે પાટીદાર આંદોલનમાં જોડાયેલા નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે આ કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી.આ કેસમાં ખૂબ જ લાંબા સમયથી દલીલો ચાલી રહી હતી. આજે આ અરજી ચુકાદા પર એટલે કે ઓર્ડર પર હતી. ત્યારે ગ્રામ્ય કોર્ટે આ કેસમાં હુકમ કર્યો છે.


હાઈકોર્ટમાં કરશે અપીલ?


હાર્દિક પટેલની અરજીને લઈ તેમને આ કેસમાં રાહત મળી નથી. એટલે કે સ્પષ્ટપણે પાટીદાર આંદોલન સમયનો આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકનો કેસ આગળ પણ ચાલુ રહેશે. હાર્દિક પટેલ માટે હજુ સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખુલ્લા છે, પરંતુ ગ્રામ્ય કોર્ટમાંથી ટ્રાયલમાંથી મુક્ત કરવાની કોઇપણ વાત સ્વીકારવામાં આવી નથી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.