ગોધરામાં કોર્ટની કાર્યવાહી ચાલુ હતી અને આરોપીએ જજને 35,000નું કવર આપ્યું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-30 15:55:38

સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે લાંચ વગર આપણે ત્યાં કામ નથી થતું, પૈસા આપો તો જ કામ થાય વગેરે વગેરે.. લાંચ આપતા અનેક લોકોના કિસ્સાઓ આપણે જોયા છે... ભ્રષ્ટાચાર શબ્દ દિવસમાં અને ન જાણે કેટલી વાર વાંચતાં હશું સમાચારોમાં સાંભળતા હોઈશું.. કોઈએ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

કોર્ટમાં જજને 35 હજારની લાંચ આપવાની કોશિશ કરી 

સામાન્ય રીતે લાંચ રુશવતના ગુનાઓમાં એવું થતુ હોય છે કે, કોઈ કામ કઢાવા માટે સરકારી બાબુઓને લાંચ આપવી પડતી હોય છે. એ બાબુઓ કોઈના થકી અથવા જાતે લાંચ સ્વીકારતા હોય છે. પણ ગોધરામાં એક ભાઈએ ચાલુ કોર્ટમાં જજને લાંચ આપી ગોધરા શહેરમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગ 2માં લેબર કોર્ટ આવેલી છે. જેમાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સરાડીયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજનાના ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં જે તે વખતે નોકરી કરતા હતા અને કોઈક કારણોસર છૂટા કરવામાં આવ્યા હતા. તેઓના કેસની મુદતની આગામી તારીખ 12/12/2024ના રોજ હતી.જેથી તેઓના પક્ષે સુનાવણી થાય તે માટે આગોતરું આયોજનના ભાગરૂપે તેઓએ ગોધરાની લેબર કોર્ટમાં આવી ચાલુ કોર્ટમાં જજને બંધ કવરમાં રૂ.35,000ની લાંચ આપવા ગયા જજએ તે કવર લીધું નહીં પણ હિંમત જુઓ એની 


ગોધરા ACBને જાણ કરાઈ અને...

પછી ગોધરા ACBને જાણ કરવામાં આવી અને આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી સામે બોર્ડ ઉપર પ્રિસાઇન્ડીગ ઓફિસર(ન્યાયાધીશ, મજૂર અદાલત, ગોધરા)ને લાંચ આપવાના પ્રયાસના ગુનામાં ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 8 મુજબ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી 


આ માનસમાંથી ક્યારે આપણે બહાર આવીશું?

પણ આ કિસ્સામાં એક વાત તો આપણે સમજવી પડશે કે પૈસા આપીને બધુ ખરીદી શકાય એ માનસમાંથી આપણે ક્યારે બહાર આવીશું.. આજના સમયમાં પૈસો ખૂબ મહત્વનો પણ દરેક કાળમાં નૈતિકતા અને કર્તવ્યથી મોટું કશું નથી હોતું! એ આપણે સમજવું પડસે લોકો એ દ્રષ્ટિકોણથી વિચારવાનું શરૂ કરે એ આશા.... 



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.