ફોટાના ચક્કરમાં દંપત્તિએ જોખમમાં મૂકી જીંદગી, બાળકની સામે પાણીના પ્રવાહમાં ડૂબી ગયા માતા પિતા, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-15 18:55:59

સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવાની લાલચ આજકાલ દરેક માણસમાં જોવા મળતી હોય છે. ફોટો અપલોડ કરશે તો આટલી લાઈક આવશે, લોકો કમેન્ટ કરશે તેવી ઘેલછા લોકોમાં સામાન્ય રીતે જોવા મળે છે. પરંતુ ઘણી વખત ફોટા પડાવતી વખતે અનેક દુર્ઘટના સર્જાય છે. જેનો ભોગ અનેક જીંદગીઓને બનવો પડતો હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફોટા માટે પતિ પત્ની પાણીના જોરદાર પ્રવાહ સાથે ફોટો પડાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેમની પુત્રી મમ્મી-મમ્મીની બુમો પાડે છે પરંતુ તેના વાલીઓ તેના અવાજને ઈગ્નોર કરે છે અને અંતે તે પાણીના તેજ પ્રવાહમાં વહી જાય છે. 

ફોટા માટે અનેક લોકો જીવને લગાવે છે દાવ પર 

તસવીરોને જોઈ આપણે જીવાઈ ગયેલી ક્ષણોને વાગોળતા હોઈએ છીએ. સુંદર પળો તસવીરોમાં જ્યારે જોઈએ ત્યારે બધા દ્રશ્યો, સિચ્યુએશન આપણી સામે આવી જતા હોય છે. સોશિયલ મીડિયાના જમાનામાં ફોટાનો ક્રેઝ દરેક વ્યક્તિમાં મુખ્યત્વે જોવા મળતો હોય છે. વધારે લાઈક મેળવવા માટે પોતાના જીવનને પણ જોખમમાં અનેક લોકો મુકતા હોય છે. પોતાના જીવને તો જોખમમાં મૂકે છે પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. ફોટા પડાવતી વખતે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફોટા માટે એક દંપત્તિ નદીના ધસમસતા પ્રવાહને નજર અંદાજ કરી પથ્થર પર બેસી ગયા છે. 


મમ્મી મમ્મી કહી બુમો પાડ્તું રહ્યું બાળક 

જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં અનેક વખત દંપત્તિના માથે નદીનું પાણી આવે છે. પથ્થર પર બેસી દંપત્તિ ફોટા પડાવવામાં મશગુલ હતા. તેમની દીકરી મમ્મી-મમ્મી કરી બુમો પાડતી હતી. પરંતુ બાળકની વાત કોઈએ ન સાંભળી. અનેક વખત પાણીમાં તણાતા તેઓ બચી ગયા પરંતુ છેલ્લે એક મોટું મોજુ આવ્યું જે તેમને પોતાની સાથે લઈ ગયું. ત્યારે નદીમાં મસ્તી કરવી ન માત્ર પતિ પત્નીને ભારે પડી પરંતુ તેમની દીકરીને પણ ભારે પડી. ત્રણ જીંદગીઓ બરબાદ થઈ ગઈ. આ વીડિયો ક્યાંનો છે, ક્યારનો છે તે જાણી શકાયું નથી પરંતુ આ ઘટના અનેક લોકો માટે સબક સાબિત થઈ શકે છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?