સોશિયલ મીડિયા પર ચીનમાં તખ્તાપલટનો દાવો, શી જિનપિંગને નજરકેદ કર્યા- વાંચો શું છે હકીકત?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-25 08:58:08

Put Jinping under house arrest: ચીની સોશિયલ મીડિયા હેડલર્સનું કહેવું છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠો દ્રારા તેમને પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના પ્રમુખના પદેથી દૂર કર્યા બાદ નજરબંધ કરી દેવામાં આવ્યા


સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ દાવો કર્યો છે કે લી કિયાઓમિંગને ચીનના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે
આ સમાચારની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી

Fact Check: Is Chinese President Xi Jinping Under House Arrest In Beijing?  - odishabytes

હાલ સોશિયલ મીડિયા દ્રારા જે વાતો સામે આવી રહી છે તેનાથી એવું લાગી રહ્યું છે કે ચીનમાં રાજકીય અને સૈન્ય સ્થિતિ સારી નથી.  સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરી ચીની સેનાએ તખ્તાપલટ કરી દીધો છે.


બીજેપીના સુબ્રમણ્યમ સ્વામીએ શી જિનપિંગની નજરકેદની અફવાઓ વિશે ટ્વિટ કર્યું

ઘણા ચીની સોશિયલ મીડિયા હેડલર્સનું કહેવું છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠો દ્રારા તેમને પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના પ્રમુખના પદેથી દૂર કર્યા બાદ નજરબંધ કરી દેવામાં આવ્યા છે. આ મામલે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ ટ્વીટ કરતાં કહ્યું કે આ અફવાઓ પરથી પડદો ઉઠવો જોઇએ શું ખરેખર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરવામાં આવ્યા છે? જો કે ટ્વિટર પર xijinping હેશટેગ ટ્રેંડમાં ચાલી રહ્યો છે. ચીનમાં એવી ચર્ચાઓ છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગને હાઉસ અરેસ્ટ કરી પીએલએએ તખ્તાપલટ કરી દીધો છે.



જેનિફર ઝેંગે ટ્વિટ કર્યું.

PLA લશ્કરી વાહનો 22 સપ્ટે.ના રોજ બેઇજિંગ તરફ જઈ રહ્યા છે. બેઇજિંગ નજીક હુઆનલાઈ કાઉન્ટીથી શરૂ થઈને હેબેઈ પ્રાંતના ઝાંગજિયાકોઉ શહેરમાં સમાપ્ત થઈ, સમગ્ર શોભાયાત્રા 80 KM સુધી લાંબી થઈ. દરમિયાન, અફવા છે કે CCP વરિષ્ઠોએ તેમને PLA ના વડા પદેથી હટાવ્યા બાદ XiJinping ધરપકડ હેઠળ હતા.


એવા અહેવાલો પણ હતા કે શનિવારે રાજધાની બેઇજિંગ ઉપર બહુ ઓછી ફ્લાઇટ્સ ઉડતી હતી, અને બધી ટ્રેનો અને બસો બેઇજિંગની બહાર રદ કરવામાં આવી હતી.જ્યારે બેઈજિંગ કેપિટલ એરપોર્ટની વેબસાઈટ દર્શાવે છે કે કેટલીક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, તો બીજી ઘણી ફ્લાઇટ નિર્ધારિત હતી.


અપ્રમાણિત સમાચારોના અનુસાર ત્યાંની સેના (PLA) એ રાજધાની બીજિંગને પોતાના કબજામાં લઇ લીધી છે. રાજધાની સંપૂર્ણપણે સેનાના કંટ્રોલમાં છે. બીજિંગ હવે આખી દુનિયાથી કટ થઇ ગઇ ગયું છે. ત્યાં મોતી સંખ્યામાં સેના પહોંચી ગઇ છે સાથે જ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે આ સમાચારોની હજુ સુધી પુષ્ટિ થઇ શકી નથી. 


ન્યૂઝ હાઇલેન્ડ વિજનના અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ ચીની રાષ્ટ્રપતિ હૂ જિંતાઓ અને પૂર્વ ચીની પ્રધાનમંત્રી વેન જિબાઓએ સ્ટેડિંગ કમિટીના પૂર્વ સભ્ય સોંગ પિંગને પોતાના પક્ષમાં રાજી કરી લીધા અને સેંટ્ર્લ ગાર્ડ બ્યૂરો (Central Guard Bureau) પર પોતાનો કંટ્રોલ બનાવી લીધો. સોંગ પિંગના કંટ્રોલમાં સેંટ્રલ ગાર્ડ બ્યૂરો છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાર્ડ પોલિત બ્યૂરોના સ્થાયી સમિતાના સભ્યો અને સીસીપીના અન્ય નેતાઓને સુરક્ષા પ્રદાન કરે છે. આ જ શી જિનપિંગની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. 

Chinese President under house arrest? General Li Qiaoming's name emerges  amid Xi Jinping's crackdown

એવા પણ સમાચારો છે કે સિસ્ટમ પર હવે શી જિનપિંગનો કોઇ કંટ્રોલ રહ્યો નથી. હૂ જિંતાઓએ હાલની સ્થિતિને પોતાના કંટ્રોલમાં લઇ લીધી છે. જો આ સમાચારો પર વિશ્વાસ કરીએ તો 2019 માં ચીનમાં કોરોના વાયરસ ફેલાયા બાદ આ સૌથી મોટી ઘટના છે. ગત 10 દિવસથી બંધ દરવાજા પાછળ ગોપનીય બેઠક ચાલી રહી હતી. આ બેઠકોનું પરિણામ એ રહ્યું કે શી જિનપિંગના હાથમાંથી સત્તા લગભગ જતી રહી છે. 


ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ જ્યારે શંઘાઇ સહયોગ શિખર સંમેલનના મુદ્દે સમરકંદમાં હતા. તે દરમિયાન હૂ જિંતાઓ અને વેન જિબાઓએ સોંગ પિંગને શી જિનપિંગના વિરૂદ્ધ ઉશ્કેરતા પોતાના પક્ષમાં કરી લીધા. કારણ કે શી જિનપિંગ સતત ત્રીજી વાર રાષ્ટ્રપતિનો કાર્યકાળ લગભગ તૈયાર કરી ચૂક્યા હતા. ત્યારબાદ જેવા જ શી જિનપિંગ સમરકંદથી પરત ફર્યા તેમને તેમના ગાર્ડે કસ્ટડીમાં લઇ લીધા અને પછી તેમને હાઉસ અરેસ્ટ કરી લેવામાં આવ્યા.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?