ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. મતગણતરીની પ્રકિયા હાથ ધરવામાં આવી રહી છે. ભાજપ સતત જીત તરફ આગળ વધી રહ્યું છે. એક અંદાજા મુજબ ભાજપને અંદાજીત 150થી વધુ સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. કોંગ્રેસને માત્ર 19 બેઠકો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલ્યું છે. આમ આદમી પાર્ટીને અંદાજીત 8 સીટ મળવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
વિધાનસભાની બેઠકો પર ભાજપનો કબજો
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી દીધી હતી. જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરતા હતા. કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય સ્તરના નેતાઓને ગુજરાતમાં પ્રચાર કરવા ઉતાર્યા હતા. ત્યારે પ્રચારમાં ભાજપે જે મહેનત કરી છે તે સફળ થતી દેખાઈ રહી છે.