ગુજરાતમાં કોરોના વધતા કોરોના સંક્રમણે ફરી ચિંતા વધારી છે. વધતા કોરોના પોઝિટિવ કેસના કારણે લોકોમાં ભારે ગભરાટ છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ 141 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં મોખરે છે. આજે 241 લોકો દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, અને 08 દર્દીઓ હજુ પણ વેન્ટિલેટર ઉપર છે.
કોરોનાના કુલ 2,136 એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 2,136 દર્દીઓ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2,128 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,68,294 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.97 ટકા છે.
અમદાવાદમાં સૌથી વધુ 144 કેસ
રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી 144 કેસ તે ઉપરાંત સુરત 45 કેસ તેમજ વડોદરા 43 રાજકોટ 42 મોરબી 22 કેસ નોંધાયા છે. ગાંધીનગર 12 અમરેલી 14 મહેસાણા 16 કેસ તેમજ આણંદ 07 કેસ જામનગર 06 તેમજ સાબરકાંઠા અને વલસાડ 5-5 કેસ નોંધાયા છે. ભરૂચ, છોટાઉદેપુર, અને પાટણ 3-3 કેસ તેમજ દાહોદ અને દ્વારકામાં 1-1 કેસ નોંધાયો છે. મહીસાગર અને પંચમહાલ 1-1 કેસ નોંધાયો છે.