ગુજરાતમાં કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે ગુરૂવારે 23 માર્ચના રોજ કોવિડ 19ના નવા 262 કેસ નોંધાયા છે, આજે 146 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું છે, રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં 2 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. બીજી તરફ, છેલ્લા 2 દિવસમાં જ કોરોના વાયરસના કેસમાં 148 ટકા જેટલો વધારો થયો છે.
રાજ્યમાં કુલ 1179 એક્ટિવ કેસ
ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1179 એક્ટિવ કેસ છે. જેમાંથી 04 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1175 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,290 લોકો સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11050 લોકોના મોત થયા છે.
વિવિધ જિલ્લામાં કેટલા કેસ?
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 143 કેસ નોંધાયા છે. જ્યારે 63 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મોરબીમાં નવા 18 કેસ સામે આવ્યા છે. સુરતમાં નવા 21 કેસ નોંધાયા છે. રાજકોટમાં 22 કેસ નોંધાયા છે. વડોદરામાં નવા 19 કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 7 કેસ નોંધાયા છે. મહેસાણામાં 5 કેસ સામે આવ્યા છે. આણંદમાં 3 કેસ નોંધાયા છે. ભરૂચમાં 3 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં નવા 6 કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા, કચ્છ અને નવાસારીમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે અરવલ્લી, ભાવનગર, જામનગર, જુનાગઢ, ખેડા, પાટણ, સાબારકાંઠા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.