ભારત બાયોટેકની નેઝલ વેક્સિનની કિંમત જાહેર, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો લઈ શકશે બુસ્ટર ડોઝ


  • Published By :
  • Published Date : 2022-12-27 12:28:06

ચીનમાં કોરોના સંક્રમણ વધતા દુનિયાભરમાં કોરોના વિરોધી રસીના બુસ્ટર ડોઝની માગ વધી છે. આ પરિસ્થિતીમાં ભારત સરકારે પણ દેશમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી નેઝલ વેક્સિન incovaccના બુસ્ટર ડોઝ માટે મંજુરી આપી દીધી છે. બુસ્ટર ડોઝ માટે તેના બે ટીંપા નાકમાં નાખવામાં આવે છે. આઈએમએના સેક્રેટરી અનિલ ગોયલે આ વેક્સિન અંગે માહિતી આપવામાં આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે નેઝલ વેક્સિન પણ બીજી વેક્સીનની જેમ જ ખુબ જ અસરકારક છે,  અને તેનો ડોઝ કોઈ પણ પ્રકારની તકલીફ વિના લઈ શકાય છે.


કેટલી છે બુસ્ટર ડોઝની કિંમત?


ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી નેઝલ વેક્સિન incovaccના બુસ્ટર ડોઝને હવે કોવિન પોર્ટલ પર લિસ્ટેડ કરવાની પણ મંજુરી મળી ગઈ છે. સરકારે આ વેક્સિનની કિંમત પણ નક્કી કરી દીધી છે, incovacc વેક્સિનની  કિંમત 800+ 5% GST જણાવવામાં આવી છે.


18+ના લોકો લઈ શકશે નેઝલ વેક્સિન


ભારત બાયોટેકે ગત 6 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે તેની દુનિયાની પહેલી ઈન્ટ્રાનેઝલ COVID-19 વેક્સિન iNCOVACC (BBV154)ને DGCI દ્વારા 18 વર્ષથી વધુ વયના લોકોને ઈમરજન્સી ઉપયોગને મંજુરી મળી ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્ય કે કેન્દ્ર સરકારે લોકોને આ વેક્સિન ખરીદવા માટે કોઈ અપીલ કરી નથી. વિશ્વના અન્ય દેશોની મંજુરી મળી ગયા પછી  iNCOVACCની વિદેશમાં નિકાશ પણ કરવામાં આવશે. આ વેક્સિનને વોશિંગ્ટન યુનિવર્સિટી, સેન્ટ લુઈસની સાથે મળીને  તૈયાર કરવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?