દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2994 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો આ આંકડો 16,354 પર પહોંચી ગયો છે. ગુરૂવારે અને શુક્રવારે કોરોના સંક્રમિતોનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો હતો. કોરોના સંક્રમણને કારણે દિલ્હી, કર્ણાટક અને પંજાબથી બે બે લોકોના મોતના સમાચાર મળ્યા હતા, ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે એક વ્યક્તિનું મોત થયું છે ઉપરાંત કેરળથી પણ બે લોકોના મોતના સમાચાર મળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ?
કોરોના ફરી એક વખત દેશમાં પગ પેસારો કરી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુરૂવાર અને શુક્રવારના રોજ 3 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. પરંતુ શનિવારે કોરોના સંક્રમિતોનો આંકડો 2994 નોંધાયો છે. દેશમાં કુલ કોરોના સંક્રમિતોની વાત કરીએ તો કુલ 4.47 કરોડને પાર પહોંચી ગયો છે. સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 16 હજારને પાર પહોંચી ગઈ છે. 16354 હાલ દેશમાં એક્ટિવ કેસ છે. કોરોનાથી રક્ષણ મેળવવા વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે. હજી સુધી 220.66 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી ગઈ છે.
કેન્દ્ર સરકાર રાખી રહી છે કોરોના કેસ પર નજર
દેશમાં વધતા કોરોના કેસને લઈ કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો પણ કોરોના કેસ પર ધ્યાન રાખી રહી છે. ગુજરાત સરકારે પણ નવી ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. વધતા કોરોના કેસને કારણે ચિંતામાં વધારો થયો છે.