કોરોના.... એક સમય હતો જ્યારે આ શબ્દ સાંભળતા જ લોકોમાં ડર વ્યાપી ઉઠતો. કોરોના મહામારીમાં અનેક પરિવારો વિખેરાયા છે. આપણામાંથી પણ અનેક લોકો હશે જેમણે કોરોનાને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા. પ્રતિદિન કેટલાય લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા તે અંગેની માહિતી આપવામાં આવતી હતી. ધીરે ધીરે કોરોના વાયરસની અસર ઓછી થતી ગઈ પરંતુ ફરી એક વખત કોરોના જાણે પગ પૈસારો કરી રહ્યો હોય તેવું લાગે છે. એક જ દિવસમાં દેશમાં કોરોનાના 312 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના કેસનો આંકડો 1296 થઈ ગયો છે.
દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
2019માં એક ખતરનાક વાયરસ આવ્યો જેણે લોકોના જીવને જોખમમાં મૂકી દીધો. ન માત્ર ભારતના લોકો પરંતુ વિશ્વભરના લોકો આ વાયરસથી સંક્રમિત થયા અને અનેક લોકો મોતને ભેટ્યા. કોરોનાથી લોકો સુરક્ષિત રહે તે માટે લોકડાઉન કરવામાં આવ્યું. કોઈને એ સમય વેકેશન જેવો લાગતો હતો તો કોઈ માટે એ સમય કપરો હતો. આજે કોરોનાના સમયની વાત નથી કરવી પરંતુ કોરોના કેસોની વાત કરવી છે.
એક દિવસમાં કોરોનાના નોંધાયા 312 નવા કેસ!
જો એવું આપણે માનીએ છીએ કે કોરોના એકદમ જતો રહ્યો છે તો આપણે ખોટા છીએ. કોરોનાથી સંક્રમિત આજે પણ લોકો થઈ રહ્યા છે માત્ર પ્રમાણ ઓછું છે. પહેલા રોજના હજારો કેસ આવતા હતા પરંતુ આજે 500 જેટલા કે તેની આસપાસ કેસ નોંધાય છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ભારતમાં એક દિવસમાં કોરોનાના 312 નવા કેસ નોંધાયા છે.
જો શરદી ઉધરસ હોય તો આજે જ ડોક્ટરનો સંપર્ક કરો
આ સમાચાર વાંચ્યા બાદ અનેક લોકો કહેશે કે સમાચાર વાળા ડરાવવાનું કામ કરી રહ્યા છે. અમે ડરાવવાનું કામ નથી કરી રહ્યા પરંતુ એ જણાવવાનો પ્રચત્ન કરી રહ્યા છીએ કે કોરોના એકદમ જતો રહ્યો છે એવું નથી. એમ પણ હમણાં શિયાળાની સિઝન ચાલે છે. આ સમય દરમિયાન અનેકને ખાંસી, ઉધરસ આવતી હોય છે. કોરોનામાં પણ આવા જ લક્ષ્ણો હતા. જો થોડા દિવસોમાં ખાંસી કે ઉધરસ ન જાય તો ડોક્ટર પાસે જવું જોઈએ.