US હાર્ટ એસોસિયેશનનો દાવો, કોરોનાના કારણે હ્રદય રોગીઓ વધ્યા, મૃત્યુ દરમાં 4.6 ટકાની વૃધ્ધી


  • Published By :
  • Published Date : 2023-01-27 17:52:50

કોરોનાકાળ દરમિયાન હાહાકાર મચી ગયો હતો, દેશભરમાં લાખો લોકોના મોત થયા હતા. હવે આ મહામારીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે, અમેરિકામાં થયેલી એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના રોગચાળા બાદ અમેરિકામાં હ્રદયરોગની સંખ્યામાં જોરદાર વૃધ્ધી થઈ છે. સ્ટડી અનુસાર કોરોના મહામારીના એક વર્ષ બાદ હાર્ટ એટેકથી મરનારાની સંખ્યામાં 6.2 ટકા જેટલી વૃધ્ધી થઈ છે. 


US હાર્ટ એશોસિયેશને કર્યો સ્ટડી 


અમેરિકાની પ્રખ્યાત હાર્ટ એસોસિયેશને હાર્ટ ડિસીસ એન્ડ સ્ટ્રોક સ્ટેટિક્સ 2023 નામથી એક સ્ટડી કર્યો છે. આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020 માં, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીસ (હૃદય રોગ) થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 9,28,741 છે, જ્યારે 2019 માં આ આંકડો 8,74,613 હતો. 2015 પછી આ સૌથી મોટો વધારો છે. આ પહેલા વર્ષ 2003માં અમેરિકામાં 9,10,000 લોકોના મોત હૃદયરોગના કારણે થયા હતા, ત્યારબાદ 2020માં સૌથી વધુ લોકોના મોત હૃદયરોગના કારણે થયા હતા. આ અભ્યાસ જર્નલ સરક્યુલેશનમાં પ્રકાશિત થયો છે.


મત્યુ દરમાં પણ 4.6 ટકા તેજી 


આ સ્ટડીમાં સામેલ હાવર્ડ મેડિકલ સ્કૂલના આસિસ્ટન્ટ પ્રોફેસર કોની ડબ્લૂ સોનું કહેવું છે કે હ્રદય રોગની બિમારીથી મરનારાઓનો આંકડો વધી રહ્યો છે. તે સાથે જ ઘણા વર્ષોમાં પહેલી વખત ઉંમર સંબંધી મત્યુ દરમાં પણ 4.6 ટકા તેજી આવી છે. સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના મહામારીના કારણે  તમામ વયના લોકો પ્રભાવિત થયા છે. સ્ટડીમાં તે પણ દાવો કરવામાં આવ્યો કે કોરોના મહામારીની પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે લોકોના હ્રદય પર અસર કરી છે. હાર્ટ ડિસીઝ, હાર્ટ ફેલ, બ્લડ પ્રેશર અને હાઈપર ટેન્શન સહિતના તમામ કાર્ડિયોવેસ્કુલર ડિસીઝનું કારણ કોરોના મહામારી માનવામાં આવે છે.



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...