કોરોના સંક્રમણે ચિંતા વધારી, આજે 247 કેસ નોંધાયા, મહેસાણામાં 3 વર્ષના બાળકનું મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 21:51:06

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસમાં વિક્રમજનક વધારો જોવા મળ્યો છે. આજે રાજ્યમાં  247 નવા કેસ નોંધાયા છે, તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 124 કેસ નોંધાયા છે. જ્યારે 98 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. 


મહેસાણામાં એક બાળકનું મોત


કોરોના સંક્રમણ ધીરે-ધીરે જીવલેણ બની રહ્યું છે, આજે કોરોના વાયરસના કારણે આજે મહેસાણાના જોટાણા તાલુકામાં એક ત્રણ વર્ષના બાળકનું કોરોનાના કારણે મોત નિપજ્યું થયું છે. ગઈકાલે પણ ભરૂચના ઝઘડિયાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે 10 માર્ચના રોજ સુરતમાં એક દર્દીના મોત થયું હતું. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી લોકોએ કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક તે અંગે કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.


આજે કેટલા કેસ વધ્યા?


રાજ્યમાં કોરોના કેસના તાજા આકડાઓ પર નજર કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 124, અમરેલીમાં 19, મોરબી અને સુરત કોર્પોરેશનમાં 17-17, રાજકોટ કોર્પોરેશનમાં 16, મહેસાણામાં 12, વડોદરા કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 8, સુરતમાં 6, ગાંધીનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 3-3, આણંદ અને સાબરકાંઠામાં 2-2 તથા ભાવનગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા છે. 


કોરોના એક્ટિવ કેસે ચિંતા વધારી


રાજ્યમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે, જેમાંથી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 1058 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 1267144 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 11,049 લોકોના કોરોનાથી મોત થયા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?