Corona Vaccine નથી Heart Attack આવવા પાછળ જવાબદાર! ગૃહમાં ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-05 13:41:46

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તેમના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. લોકો માનતા હતા કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે પરંતુ આજે વિધાનસભા સત્રમાં આ વાતને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પાયાવિહોણી ગણાવી છે. 



કોરોના બાદ યુવાનો પર વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો! 

કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે કોરોના મહામારીને કારણે. ત્યારે કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે મોટા લોકોને જ હાર્ટ એટેક આવતો હોય છે પરંતુ કોરોના બાદ આ પરિસ્થિતિ બદલાઈ છે. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવી રહ્યો છે. 



ઋષિકેશ પટેલે કોરોના વેક્સિનને લઈ કહી આ વાત!

એવું લાગતું હતું કે કોરોના વેક્સિનને કારણે આ કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે કોરોના વેક્સિનને કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ નથી વધી રહ્યા. ગૃહમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે કોવિડ વેક્સિનના કારણે હાર્ટ એટેકની વાત પાયા વિહોણી છે. મહત્વનું છે કે હાર્ટ એટેક પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.       


શાળામાં ભણતા વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક!

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ હાર્ટ એટેક ભરખી રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા આપતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે જે વડોદરાના પારનેરા ગામમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવવાને કારણે વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે તેવી વાત સામે આવી છે. ઉલ્લેખનિય છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક શબ્દ સાંભળો સામાન્ય બની ગયો છે.     



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...