કોરોના આમ તો સામાન્ય બની ગયેલો શબ્દ છે. છેલ્લા અનેક વર્ષોથી કોરોના અંગેના સમાચાર સાંભળીએ છીએ. વિશ્વમાં તેમજ દેશમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો નોંધાયો છે. સોમવારે જાહેર કરવામાંઆવેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના કેસની સંખ્યા 4300ને પાર પહોંચી ગઈ છે. કોરોનાની સાથે સાથે નવા વેરિયન્ટને કારણે પણ ચિંતા વધી છે. નવા વેરિયન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે.
દેશમાં કોરોનાના નોંધાયા 600થી ઉપર નવા કેસ
એક સમય હતો જ્યારે કોરોના અંગેના સમાચારો પ્રતિદિન આવતા હતા પરંતુ થોડા મહિનાઓ બાદ એવો સમય પણ આવ્યો જ્યારે કોરોના કેસના સમાચાર ન આવતા હતા. કોરોના જાણે જતો રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ કોરોનાએ ફરી એક વાર ઉથલો માર્યો છે. દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાના કેસમાં પ્રતિદિન ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 636 કેસ નોંધાયા છે જ્યારે 3 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે.
અમદાવાદમાં વધતો કોરોના સંક્રમણનો ખતરો
ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. અમદાવાદમાં પણ કોરોનાના અનેક કેસ સામે આવ્ચા છે. પ્રતિદિન ગુજરાતમાંથી કોરોના સંક્રમિતો મળી રહ્યા છે. નવા વેરિયન્ટે પણ ગુજરાતમાં દસ્તક દઈ દીધી છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 24 જેટલા કેસ સામે આવ્યા છે. જે કેસ સામે આવ્યા છે તેમાંથી સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. મહત્વનું છે કે કોરોનાને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક મહિલાનું મોત કોરોનાને કારણે થયું હતું.