ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના સબ વેરિઅન્ટ JN.1થી સંક્રમણ વધ્યું, નવા 21 કેસ નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-12-20 19:12:20

દેશભરમાં ફરી એકવાર કોરોના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં, કોવિડ-19ના સબ-વેરિયન્ટ JN.1 ના 21 કેસ નોંધાયા છે. ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં નવા કોરોના વાયરસના કેસો નોંધાયા છે. જ્યારે એકલા ગોવામાં અત્યાર સુધીમાં આ સબ-વેરિયન્ટના 19 કેસ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ મળી આવ્યો છે.


તકેદારી રાખવાની તૈયારી વધારવા સૂચના


કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનું સબ-વેરિઅન્ટ  છે આ JN.1. છેલ્લા કેટલાક અઠવાડિયામાં સૌથી ઝડપથી ફેલાતા વાયરસમાંનું એક બની ગયું છે. દેશભરમાં વધતા કોવિડ કેસ વચ્ચે, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વીકે પૉલે બુધવારે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. પોલે કહ્યું કે ભારતના વૈજ્ઞાનિકો નવા વેરિઅન્ટ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જો કે, વીકે પોલે રાજ્યોને કોવિડ સજ્જતા વધારવા, ટેસ્ટિંગ વધારવા અને તેમની સર્વેલન્સ સિસ્ટમને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ દરમિયાન, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સચેત રહેવા એડવાઈઝરીમાં જણાવ્યું છે કારણ કે સમગ્ર દેશમાં કોવિડના કેસ વધી રહ્યા છે.  રાજ્યોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસના રોગના કેસો, જિલ્લા પ્રમાણે, તમામ આરોગ્ય સુવિધાઓમાં નિયમિત ધોરણે દેખરેખ રાખવા અને રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.


કેરળમાં 614 નવા કેસ, 3ના મોત


ગઈકાલે ભારતમાં કોરોના સંક્રમણના 614 નવા કેસ નોંધાયા છે, જે 21 મે પછી સૌથી વધુ છે. બુધવારે અપડેટ કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, સક્રિય કેસ વધીને 2,311 થઈ ગયા છે. કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે, ત્યારબાદ દેશમાં કોવિડના કારણે મૃત્યુઆંક 5 લાખ 33 હજાર 321 પર પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4.50 કરોડ કેસ નોંધાયા છે.


કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ JN.1 સ્ટ્રેન વિશે કહ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે તે અન્ય પ્રકારો કરતાં વધુ સરળતાથી ફેલાય છે. જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ એન્ડ્રુ પેકોસે કહ્યું છે કે JN.1 એ વધારે જોખમી નથી. JN.1 ને અગાઉ તેના મૂળ વંશ BA.2.86 ના ભાગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો, પરંતુ WHO એ હવે તેને એક અલગ પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યો છે. WHOએ જણાવ્યું કે હાલની રસીઓ JN.1 અને COVID-19 વાયરસના અન્ય પ્રકારોથી થતા ગંભીર રોગ અને મૃત્યુને અટકાવવાનું ચાલુ રાખશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?