બ્રેકિંગ: કોરોનાના સબ-વેરિઅન્ટ JN.1એ ચિંતા વધારી, કેન્દ્ર સરકારે રાજ્યો માટે જાહેર કરી એડવાઈઝરી


  • Published By :
  • Published Date : 2023-12-18 19:23:00

કોરોનાના નવા  JN.1 વેરિયેન્ટને લઈને દેશમાં વધી રહેલા ખતરાની વચ્ચે મોદી સરકારે રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્ર સરકારે કોવિડ-19 કેસોમાં વૃધ્ધી અને ભારતમાં JN.1 પ્રકારનો પહેલો કેસ નોંધાતા રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત નજર રાખવા સુચના આપવામાં આવી છે. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોનો રિપોર્ટ આપવો પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને વધુ સંખ્યામાં RT-PCR ટેસ્ટ સહિત પર્યાપ્ત ટેસ્ટની ખાતરી કરવા સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત જિનોમ સિક્વન્સિંગ માટે પોઝિટિલ કેસના સેમ્પલો પણ INSACOG પ્રયોગશાળાઓમાં મોકલવાનું કહ્યું છે.

કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક કેસ


ઉલ્લેખનિય છે કે કોવિડ-19ના એક વેરિયેન્ટએ દુનિયાભરની સરકારોની ચિંતા વધારી દીધી છે, કોરોના JN.1 સ્ટ્રેન પહેલાના વેરિયેન્ટથી પણ અનેક ગણો સંક્રામક છે. તાજેતરમાં જ કેરળમાં પણ JN.1 વેરિયેન્ટનો એક કેસ સામે આવ્યો છે. એક 78 વર્ષની વૃધ્ધાનો RT-PCR પોઝિટિવ સેમ્પલમાં આ વેરિયેન્ટ મળ્યો છે. આ મહિલાને ઈન્ફ્લ્યુએન્ઝા જેવી બિમારીના હળવા લક્ષણો હતા, જો  કે હવે તે સ્વસ્થ થઈ ગઈ છે. JN.1 વેરિયેન્ટ દુનિયાભરમાં કોવિડના લક્ષણોને વધારી રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?