Coronaના કેસમાં આવ્યો ઉછાળો , Kerelaમાં કોરાના કેસની સંખ્યા પહોંચી 2000ને પાર, Mansukh Mandviyaએ બોલાવી બેઠક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-20 14:54:48

દેશમાં તેમજ વિશ્વમાં ફરી એક વખત કોરોનાનો ખતરો વધી રહ્યો છે. એક સમય હતો જ્યારે કોરોનાના કેસો નહીંવત છે તેવું લાગતું, કોરોના ગાયબ થઈ ગયો હોય તેવું લોકોને લાગવા લાગ્યું હતું. પરંતુ ફરી એક વખત કોરોના વાયરસ માથું ઉચકી રહ્યું છે. દેશમાં અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ ગઈ છે. રાજ્ય સરકારોને પણ એક્ટિવ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. માત્ર કેરળથી ગઈકાલે કોરોનાના 292 કેસ સામે આવ્યા હતા જ્યારે ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોના કેસોની સંખ્યા 2000ને પાર પહોંચી છે. ગઈકાલે દેશમાં કોરોનાના 614 કેસ નોંધાયા હતા. 

યાદ કરો કોરોનાનો એ સમય જ્યારે....

કોરોના... આ શબ્દ સાંભળતા જ આપણી સામે હોસ્પિટલમાં મરતા લોકો, ઓક્સિજન માટે તડપતા લોકો, હોસ્પિટલ બહાર લાગેલી લાંબી લાઈનો યાદ આવી જાય છે. કોરોનાનો સમય જેમતેમ કરી લોકોએ સહન કર્યો ત્યારે હવે ફરીથી એક પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટને કારણે ચિંતા વધી છે. એક સમય હતો જ્યારે કોરોનાને કારણે મોત થતા હોય તેવા સમાચાર ન આવતા હતા. મોતના શું પરંતુ કોરોનાના કેસ કેટલા નોંધાયા તે સમાચાર આવતા ન હતા. પરંતુ શિયાળાની શરૂઆત થતાં જાણે કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. 



કોરોના કેસની સંખ્યા 2000ને પાર પહોંચી  

કેરળમાં છેલ્લા 24 કલાકમાં નવા 292 કેસ નોંધાયા છે તેવી માહિતી સામે આવી છે. 3 જેટલા લોકોના મોત કેરળમાં કોરોનાને કારણે થયા છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. 11 ડિસેમ્બર સુધી કોરોના કેસની સંખ્યા હજારની નીચે હતી પરંતુ 20 ડિસેમ્બર સુધી તો આ કેસની સંખ્યા 2000ના આંકડાને વટાવી ચૂકી છે. વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય મનસુખ માંડવીયાએ બેઠક બોલાવી છે. જો પહેલા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો કેવી રીતે પહોંચી વળાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી. ઉપરાંત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. 



ગુજરાતમાં પણ થઈ કોરોનાની રિ-એન્ટ્રી  

મહત્વનું છે કે કોરોનાના સમાચાર વાંચી અનેક લોકો કહેશે કે કોરોનાને લઈ મીડિયાવાળા ડરાવે છે, ડરાવતા નથી પરંતુ સતર્ક રહેવા જણાવતા હોઈએ છીએ. હમણાં એમ પણ શિયાળાની સિઝન ચાલી રહી છે જેને કારણે શરદી ઉધરસ થવું સામાન્ય છે. અનેક લોકોને કફ પણ થઈ જતો હોય છે. હમણાં ભલે એવું લાગે છે કે કોરોનાના તો માત્ર આટલા જ કેસ છેને ડરવાની જરૂર નથી પરંતુ આ કેસ ક્યારે વધી જશે તેની ખબર પણ નહીં રહે!  કોરોનાના પણ આવા જ લક્ષણો છે ત્યારે જો વધારે આવા લક્ષણો દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ગુજરાતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે જેને કારણે સતર્કતા રાખવી જરૂરી છે.         



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.