કોરોનાએ હાહાકાર કેટલો મચાવ્યો છે તે આપણે જાણીએ છીએ. અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયાને કોરોનાને કારણે ગુમાવ્યા છે. એક સમય હતો જ્યારે હજારો લોકોના મોત કોરોનાને કારણે થયા હતા. એ વખતે કોરોનાનું સંકટ લોકોના જીવ પર તોળાઈ રહ્યું હતું. પરંતુ ધીરે ધીરે સમય બદલાયો. કેસ નોંધાવાના ઓછા થયા.. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોના મોત થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતીઓની ચિંતા વધે તેવા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
કોરોનાની સારવાર અર્થે દર્દીને હોસ્પિટલ ખસેડાયો
હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે લોકોને. રોગચાળો પણ વધ્યો છે. જે સિઝન ચાલી રહી છે તેમાં લોકોને શરદી ઉધરસ તેમજ તાવ આવવાનું સામાન્ય છે. અનેક લોકોને આ તકલીફ હશે. પરંતુ જો આ તકલીફ લાંબા સમય સુધી રહે તો કોરોનાનો ટેસ્ટ કરાવી લેજો કારણ કે કોરોના પાછો આવી શકે છે! ગુજરાતના વલસાડ જિલ્લામાંથી કોરોનાનો કેસ નોંધાયો હોય તેવી માહિતી સામે આવી છે. એક વ્યક્તિ કોરોનાની સારવાર કરાવા માટે હોસ્પિટલમાં દાખલ થયો છે. કોરોના ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું છે.
અનેક મહિનાઓ બાદ નોંધાયો કોરોનાનો કેસ
જે વ્યક્તિ કોરોનાની સારવાર લેવા માટે હોસ્પિટલમાં દાખલ થયા છે તે નવસારીનો છે તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે દાખલ કરાયો. નવસારીના રૂમલાના એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ દર્દીને સારવાર મળે તે માટે પહેલા વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરાયો અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. અનેક મહિનાઓ બાદ કોરોના દર્દી નોંધાતા આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે.
કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા
મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં અનેક ઘણો વધારો નોંધાયો છે. પ્રતિદિન હાર્ટ એટેકના સમાચાર આપણને મળે છે. નાની ઉંમરે લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. કોરોના બાદ અનેક પરિવારોએ પોતાના સ્વજનનોને ગુમાવ્યા છે હાર્ટ એટેકને કારણે. શળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કસરત કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે ફરી એક વખત કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.