અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું, નવા 10 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 46એ પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-12-28 14:21:45

રાજ્યમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, આજે અમદાવાદમાં વધુ 10  કેસ નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે. આ કોરોના સંક્રમિતોમાં પાંચ મહિલાઓ અને પાંચ પુરૂષોનો સમાવેશ થાય છે. કોરોનાના આ નવા કેસ નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, મણિનગર, સાબરમતી અને ઈશનપુરનો સમાવેશ થાય છે. આ તમામ સંક્રમિતોની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવતા તે ગોવા, સિંગાપુર, રાજકોટ, અને ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ પરત ફર્યા હતા આથી શક્યતા છે કે તેઓ ત્યાં જ કોરોના સંક્રમિત બન્યા હશે. 


શહેરમાં 46 એક્ટિવ કેસ


અમદાવાદ શહેરમાં હાલ 46 કોરોના સંક્રમિતો છે, આ દર્દીઓમાંથી એક હોસ્પિટલમાં સારવાર હેઠળ જ્યારે અન્ય 45 હોમ આઈસોલેશનમાં છે.  ઋષિકેશ પટેલ પ્રમાણે 27 ડિસેમ્બરે 844 કોવિડ ટેસ્ટ કરાયા જેમાંથી 14 કેસ પૉઝિટિવ આવ્યા છે એટલે કે પૉઝિટિવિટી દર ખૂબ જ નીચો છે. ડિસેમ્બર મહિના દરમિયાન કુલ 8,426 ટેસ્ટમાંથી 99 જેટલા ટેસ્ટ પૉઝિટિવ આવ્યા હતા અને પૉઝિટિવિટી દર માત્ર 0.86 ટકા જેટલો જ છે, એટલે પરિસ્થિતી બહુ ચિંતાજનક નથી.


દેશમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો


દેશમાં શિયાળાની ઠંડી સાથે કોરોના વાયરસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 692 નવા કેસ નોંધાયા છે એટલે કે દર કલાકે કોવિડના 28 નવા કેસ મળી રહ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 4097 પર પહોંચી ગઈ છે જ્યારે કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં બે મહારાષ્ટ્રમાં અને કર્ણાટક, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક-એક મૃત્યુ થયા છે.


JN.1 વૅરિયન્ટ બહુ જીવલેણ નથી


JN.1 વૅરિયન્ટ ઝડપથી ફેલાય છે તે અંગે વાત કરતા પ્રખ્યાત વાઇરોલૉજિસ્ટ ડૉ. ટી જેકબ જ્હૉને જણાવ્યું હતું કે, "તે બહુ જીવલેણ નથી પણ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. તે 40થી વધુ દેશોમાં ફેલાયો છે." "અમે ઑમિક્રોન વિશે જાણીએ છીએ અને તેથી તેના વિશે વધુ આશ્ચર્ય નથી. તે છીંકમાંથી નીકળતા કણોથી હવામાં ફેલાય છે. ઑમિક્રૉનના અન્ય સબ-વૅરિયન્ટની સરખામણીમાં આમાં નાક અને ગળામાંથી નીકળતા પ્રવાહીમાં વાઇરલ લોડ વધારે છે."



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?