દેશમાં થોડા દિવસ પહેલા કોરોના કેસમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ આજે ફરી એક વખત કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 હજાર 591 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 40 જેટલા લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 5,31,230 પર પહોંચી ગયો છે. છેલ્લા 8 મહિના બાદ દેશમાં આટલા બધા કોરોના કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12 હજારથી વધારે કોરોનાના કેસ
કોરોના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારની આસપાસ નોંધાયો હતો જે બાદ ગઈ કાલે 10 હજારને પાર કેસ નોંધાયા હતા ત્યારે આજે તો કોરોના કેસે આઠ મહિનાનો રેકોર્ડ તોડી દીધો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાની ઝપેટમાં 12 હજારથી વધુ લોકો આવ્યા છે. 12591 કોરોના કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 40 જેટલા લોકોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. એક્ટિવ કેસનો આંકડો 65 હજારને પાર પહોંચી ગયો છે.
મૃત્યુઆંકમાં પણ સતત થઈ રહ્યો છે વધારો!
દિલ્હીમાં કોરોના કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન હજાર જેટલા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કેરળમાં પણ કોરોના કેસનો રાફળો ફાટ્યો હોય તેવી રીતે કેસ સામે આવી રહ્યા છે. મૃત્યુ આંકમાં પણ સતત વધારો થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હીમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે, છત્તીસગઢમાં ચાર લોકોના મોત થયા છે. કર્ણાટકમાં ત્રણ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડ અને પંજાબમાં એક એક વ્યક્તિના મોત થયા છે. રાજસ્થાનમાં બે લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.