કોરોના સંક્રમણ વધ્યું, રાજ્યમાં નવા 9 કેસ નોંધાયા, દેશમાં એક જ દિવસમાં કેસ 800ને પાર


  • Published By :
  • Published Date : 2023-12-31 11:22:47

ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીરે-ધીરે ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં  એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 66 પર પહોંચી. જો કે 13 દર્દીઓ એવા છે જેમણે કોરોનાને હરાવ્યો છે. તેઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે કોરોનાના ન્યૂ વેરિયન્ટ JN.1એ પણ રાજ્ય અને દેશમાં ચિંતા વધારી છે. 


દેશમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800 થઈ


કોરોના સંક્રમણ દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, દેશમાં છેલ્લા 7 મહિના પછી, ભારતમાં કોવિડ કેસની સંખ્યા એક દિવસમાં 800ની નજીક પહોંચી ગઈ છે. કોરોનાના ન્યૂ વેરિયન્ટ JN.1ના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કોવિડને કારણે 5 લોકોના મોત થયા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. જો કે હવે દિલ્હીમાં પણ નવા વેરિઅન્ટ JN.1 નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિષ્ણાતો લોકોને  સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ ખૂબ જ હળવું છે. મોટાભાગના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.  


દેશમાં પાંચ દર્દીઓના મોત


દેશમાં કોરોનાના વધતા કેસ અંગે આરોગ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું કે શુક્રવારે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 797 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 7 મહિનામાં સૌથી વધુ છે. આ સમયગાળા દરમિયાન પાંચ દર્દીઓના મોત થયા હતા, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કેરળમાં બે અને મહારાષ્ટ્ર, પુડુચેરી અને તમિલનાડુમાં એક-એક મૃત્યુ નોંધાયા હતા. નોંધનિય છે કે, વી દઈએ કે 18 મેના રોજ દેશમાં કોવિડના સૌથી વધુ કેસ નોંધાયા હતા, જે 865 હતા.          



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?