દેશમાં કોરોનાએ ચિંતા વધારી, એક્ટિવ કેસની સંખ્યા 4 હજારને પાર, JN.1ના 5 નવા કેસ


  • Published By :
  • Published Date : 2023-12-25 15:23:15

કોરોના વાયરસ (COVID-19) સંક્રમિત દર્દીઓ દેશભરમાં વધી રહ્યા છે, ગત 24 કલાકમાં દેશભરમાં એક્ટિવ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 4054 સુધી પહોંચી ગયો છે. એક દિવસ પહેલા 3742 કેસ આવ્યા હતા, સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં માત્ર એક જ દર્દીનું મોત થયું છે. મહારાષ્ટ્રના થાણેના નવા સબ વેરિયેન્ટ  JN.1 –ના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ સૌથી એક્ટિવ કેસ કેરળમાં આવ્યા છે. દેશભરમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધીને 5,33,334 પર પહોંચી છે. 


 24 કલાકમાં 315 દર્દીઓ સાજા થયા


આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ નવો વેરિયેન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ગત 24 કલાકમાં 315 દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા થઈ ચુક્યા છે. આ સાથે જ દેશભરમાં અત્યાર સુધી 4.44 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઈ ચુક્યા છે. ઉલ્લેખનિય છે કે કોરોનાના નવા સબ વેરિયેન્ટ JN.1નો પહેલો કેસ કેરળમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.  ગત 24 કલાકમાં કોરોનાના નવા વેરિયેન્ટના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. 


JN.1 વેરિયન્ટથી સંક્રમિત રોગીઓમાં એક મહિલા


મહારાષ્ટ્રના થાણેમાં 30 નવેમ્બર બાદ 20 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી પાંચ સેમ્પલ JN.1 વેરિયેન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે JN.1 વેરિયેન્ટથી સંક્રમિત રોગીઓમાં એક મહિલાનો સમાવેશ થાય છે. કોઈને પણ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા નથી. થાણેમાં એક્ટિવ કોવિડ-19 કેસની સંખ્યા 28 છે, તેમાંથી બેની સારવાર હોસ્પિટલોમાં કરવામાં આવી રહી છે. અન્ય સંક્રમિત દર્દીઓ તેમના ઘરે જ સાજા થઈ રહ્યા છે. 


7 મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ કેસ


દેશભરમાં રવિવારે એક જ દિવસમાં 656 નવા કોવિડ કેસ રિપોર્ટ કરવામાં આવ્યા છે, રવિવારે પણ એક દર્દીનું મોત નિપજ્યું છે, એક્ટિવ કેસ 3,420 વધીને 3,742 થઈ ગઈ છે. આ પહેલા શનિવારે 752 કોવિડ-19 સંક્રમણ નોંધવામાં આવ્યા છે, જે ગત 7 મહિનામાં સૌથી વધુ કેસ છે. 21 મે બાદ આટલી મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દી એક દિવસમાં સામે આવ્યા હતા.   


કોરોના પ્રોટોકોલના પાલનની અપીલ 


કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોવિડ -19 કેસોમાં વર્તમાન વધારો ચિંતાજનક નથી. લોકોએ ગભરાવાની જરૂર નથી. જો કે, સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરે, અન્ય રોગોથી પીડાતા હોય તો ફેસ માસ્ક પહેરે અને ભીડમાં જવાનું ટાળે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં JN.1 વેરિઅન્ટનું કોઈ ક્લસ્ટર જોવા મળ્યું નથી. તમામ કેસોમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. દર્દીઓ પણ કોઈપણ પ્રકારની તકલીફ વિના સાજા થઈ રહ્યા છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?