કોરોના સંક્રમણ ચીનમાં વાયુ વેગે પ્રસરી રહ્યો છે. પ્રતિબંધો હટાવવાને કારણે ચીનમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના કેસ એટલી હદે વધી રહ્યો છે કે ચીનમાં હોસ્પિટલ બહાર લોકોની લાઈન લાગી છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં એટલી હદે વધારો થયો છે કે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી 90 દિવસોમાં ચીનની 60 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ શકે છે.
ડોક્ટર તેમજ નર્સની વર્તાઈ રહી છે કમી
કોરોના સંક્રમણને કારણે ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. વધતા પ્રતિબંધોનો વિરોધ લોકોએ કર્યો હતો જેને કારણે ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા હતા. જેને કારણે અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ચીનની રાજધાનીમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કેસ એટલી હદે વધી રહ્યો છે કે હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી છે. ઈલાજ કરાવા લોકો તડપી રહ્યા છે. એકાએક કોરોનાના આટલા બધા કેસ વધતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. ઉપરાંત ડોક્ટર તેમજ નર્સની પણ કમી દેખાઈ રહી છે. અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાનગૃહમાં પડાપડી થઈ રહી છે.
દર્દી વધતા ઓક્સિજન તેમજ બેડની સર્જાઈ અછત
ચીનમાં જે પ્રમાણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા વિશ્વના દેશોની ચિંતા વધી છે. નિષ્ણાંતોના માનવા અનુસાર જો આવી જ રીતે કોરોના કેસમાં ઉછાળો આવતો રહ્યો તો ચીનની 60 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ જશે. એક અનુમાન પ્રમાણે આવનાર 3 મહિનાની અંદર 80 કરોડ જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ જશે. દવા તેમજ ઓક્સિજનની પણ અછત સર્જાઈ રહી છે. હોસ્પિટલ બહાર લોકોની લાઈન લાગી છે. પૂરતા પ્રમાણમાં બેડ ન હોવાને કારણે જમીન પર જ લોકોનો ઈલાજ થઈ રહ્યો છે.