Corona મહામારી હજી ભૂલાઈ નથી અને WHOએ વધુ એક બિમારીને લઈ આપી ચેતવણી! ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરાઈ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-15 13:18:58

કોરોનાએ મચાવેલા હાહાકારથી હજી બહાર નથી આવ્યા ત્યાં તો વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHOએ નવી મહામારીને લઈ ચેતવણી જાહેર કરી છે. વિશ્વમાં વધુ એક નવી મહામારીનો ખતરો દસ્તક દઈ રહ્યો છે તેની ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી છે. અને એ ખતરો છે એમપોક્સ જેને આપણે મનકી પોક્સ પણ કહીએ છીએ... એમપોક્સને લઈ WHOએ ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે..

બે વર્ષમાં બીજી વખત કરાઈ આવી જાહેરાત!

કોરોના મહામારીને આપણે નહીં ભૂલી શકીએ.. કોરોના વાયરસે ના માત્ર ભારતમાં પરંતુ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકોએ પોતાના પરિવારજનોને કોરોનાને કારણે ગુમાવ્યા છે. ત્યારે લોકોની ચિંતામાં વધારો થાય તેવી જાહેરાત વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ચેપના ફાટી નીકળ્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે બે વર્ષમાં બીજી વખત એમપોક્સને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી જે પડોશી દેશોમાં ફેલાઈ છે. આ રોગ 2022માં જીવલેણ સાબિત થયો હતો.

આ બિમારીને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરાઈ

વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકી પોક્સના સંકટને ધ્યાનમાં રાખી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી ઘોષિત કરી છે. આ ઘોષણા સંગઠનના મહાનિર્દેશક દ્વારા કરવામાં આવી છે. આફ્રિકાના અનેક દેશોમાં આ બિમારી ઝડપથી વધી રહી છે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીના દેશોને ચેતવણી પણ આપવામાં આવી છે.. અનેક લોકો માટે આ રોગ જીવલેણ સાબિત થયો છે. ક્લેડ Iના નામથી ઓળખાતો રોગ કોંગોમાં ફાટી નીકળ્યો હતો. પરંતુ એક નવો સ્ટ્રેન ક્લેડ-Ib સામે આવ્યો છે, જે સામાન્ય સંપર્ક દ્વારા ઝડપી ફેલાય છે.



કેસોમાં થયો છે આટલા ઘણો વધારો!

WHOના રિપોર્ટ અનુસાર આફ્રિકન મહાદ્વીપમાં આ રોગના 15,600 થી વધુ કેસ નોંધાયા છે આ વર્ષે અત્યાર સુધીમાં. જ્યારે અત્યાર સુધીમાં આ બીમારીને કારણે 537 લોકોના મોત થઈ ગયા છે. જો ગયા વર્ષની સરખામણીની વાત કરીએ તો આ વર્ષે સમાન સમયગાળા દરમિયાન કેસોમાં 160%નો વધારો થયો છે.  




શું છે મંકીપોક્સના લક્ષણો? 

જો મંકીપોક્સના લક્ષણોની વાત કરીએ તો માથાનો દુખાવો, તાવ, થાક, લસિકા ગાંઠોમાં સોજો, સ્નાયુઓમાં દુખાવો, ફોલ્લીઓ થવી, શરીરમાં ધ્રુજારી અને  કમરમાં દુખાવાનો સમાવેશ થાય છે. વર્ષ 2022 માં, ભારતમાં પણ આ રોગના કેટલાક કેસ નોંધાયા હતા. મંકી પોક્સના 2-4 અઠવાડિયા સુધી રહે છે.. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?