દેશમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિતોનો આંકડા વધી રહ્યો છે. દૈનિક કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 1249 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. ઉપરાંત 2 જેટલા લોકોના મોત થયા છે. ગુજરાત અને કર્ણાટકમાં એક એક વ્યક્તિના મોત થયા છે.
બે લોકોના થયા મોત
એક સમય એવો હતો જ્યારે કોરોનાના બહું ઓછા કેસ સામે આવતા હતા. ઓછા લોકો કોરોના સંક્રમીત થઈ રહ્યા હતા. ત્યારે થોડા દિવસોથી કોરોના કેસોનો આંકડો વધી રહ્યો છે. 1000 જેટલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યાની વાત કરીએ તો 1249 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. એક્ટિવ કેસની સંખ્યા 7927 પર પહોંચી ગઈ છે. ઉપરાંત હજી સુધી દેશમાં 5 લાખ 30 હજાર જેટલા લોકોના મોત આને કારણે થયા છે.
ગુજરાતમાં પણ સતત વધી રહ્યા છે કોરોના કેસ
ગુજરાતમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલકાકમાં રાજ્યમાં કોરોનાના નવા 262 કેસ સામે આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદમાં સૌથી વધારે દર્દીઓ નોંધાયા હતા. ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે.