નવા વર્ષે કોરોનાના સબ વેરિયેન્ટ JN.1એ ચિંતા વધારી, ગત સપ્તાહમાં કેસ 22 ટકા વધ્યા


  • Published By :
  • Published Date : 2024-01-01 14:36:31

દેશમાં કોરોનાના કેસમાં વૃધ્ધી જોવા મળી રહી છે, સ્થિતી એ છે કે છેલ્લા ગત સપ્તાહની તુલનામાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં કોવિડ કેસમાં 22 ટકાની વૃધ્ધી નોંધવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 7 મહિનામાં પહેલી વખત કેસની સંખ્યા 800ને પાર પહોંચી ગઈ છે. આંકડાઓ જોતા જેન.1ના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેન.1 વેરિયેન્ટ સંક્રમણ પહેલાથી તેની ચરમ પર પહોચી ચુક્યું છે. કેરળમાં વર્તમાનમાં સૌથી વધુ સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે.


7 મહિના પહેલા સૌથી વધુ કેસ


ભારતમાં શનિવારે 4652 નવા કેસ નોંધાયા છે, છેલ્લા 7 દિવસોમાં 3,818 કેસ હતા. સપ્તાહમાં વાયરસથી 17થી વધીને 29 મોત થયા છે. શનિવારે 3 મોતની સાથે જ કેસની સંખ્યા વધીને 841 થઈ ગઈ છે. જે આ વર્ષે 18 મે બાદ સૌથી વધુ કેસ છે. ઉલ્લેખનિય છે કે કેરળમાં સપ્તાહ દરમિયાન 2,282 નવા કેસ નોંધાયા છે. છેલ્લા સપ્તાહની તુલનામાં 24 કલાક ઓછા છે, છેલ્લા સપ્તાહમાં આ સંખ્યા 3,018  હતી. આ તે બાબત દર્શાવે છે કે રાજ્યમાં કેસ પહેલાથી જ ટોચ પર પહોંચી ચુકી છે. દેશમાં નોંધાયેલા તમામ કેસમાંથી 50 ટકાથી પણ ઓછા કેસ રાજ્યમાં છે.  


ધીરે-ધીરે દેશમાં ફેલાઈ રહ્યો છે JN.1


કેરળમાં કેસ હવે ઘટી રહ્યા છે, પણ અન્ય રાજ્યોમાં ખાસ કરીને કર્ણાટક અને મહારાષ્ટ્રમાં વધી રહ્યા છે. કેરળ ઉપરાંત કર્ણાટક એકમાત્ર રાજ્ય થે જ્યાં રોજીંદા કેસની સંખ્યા 100 ઉપર પહોંચી ગઈ છે. કર્ણાટકમાં છેલ્લા સપ્તાહમાં 922 કેસ નોંધાયા હતા. જે ત્રણ ગણા વધુ છે. છેલ્લા 7 દિવસમાં 309 કેસ નોંધાયા હતા, આ જ પ્રકારે મહારાષ્ટ્રમાં ગત સપ્તાહથી 103થી વધીને 620 થઈ ગયા છે. શરૂઆતમાં માત્ર 8-9 રાજ્યોમાં જ કેસ નોંધાતા હતા પણ હવે તો ઓમીક્રોનનો નવો સબ વેરિયેન્ટ, JN.1 સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?