ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 118 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 54 કેસ અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે 48 દર્દીઓ સાજા થયા છે. સૌથી ચિંતાજનક બાબતે એ છે કે રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 810 થઈ ગયો છે. હાલમાં રાજ્યમાં પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જો કે, છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.
વર્તમાનમાં પરિસ્થિતી શું છે?
રાજ્યમાં કોરોનાના વર્તમાન સ્થિતીની વાત કરીએ તો રાજ્યમાં કુલ 810 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 805 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,977 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કેસ મામલે અમદાવાદ મોખરે
કોરોના કેસને લઈ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટ-15, સુરત-12, વડોદરા-12, સાબરકાંઠા-5, મહેસાણા-3, આણંદ-2, ભાવનગર-3, મહીસાગર અને નવસારીમાં 2 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમરેલી, અરવલ્લી, ભરૂચ, કચ્છ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે.