રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસ 179 કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 285 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.03 ટકા નોંધાયો છે.
કુલ 1396 એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોનાના કુલ 1396 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 1389 દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,77,768 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11074 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?
રાજ્યના વિવિધ જિલ્લા અને કોર્પોરેશનોમાં નોંધાયેલા નવા કેસ પર એક નજર કરીએ તો કોરોનાના સૌથી વધુ 54 કેસ તો એકલા અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં 21 કેસ, સુરત કોર્પોરેશનમાં 18 કેસ, વડોદરા-17 કેસ, મહેસાણા-11 કેસ,સુરત-10 કેસ, ભરૂચ-9 કેસ, ગાંધીનગર-7 કેસ, ગાંધીનગર-7, આણંદ, સાબરકાંઠા 4-4 કેસ, અમરેલી, જામનગર શહેર અને ખેડામાં 3-3 કેસ નોંધાયા છે.