ગુજરાતમાં કોરોના સંક્રમણ દિન પ્રતિ દિન વધી રહ્યું છે રાજ્યમાં લોકો અને સરકાર તકેદારી નહીં રાખે તો સ્થિતી વિસ્ફોટક બની શકે છે. રાજ્યમાંછેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 324 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસનો આંકડો વધીને 2220 પર પહોંચ્યો છે. રાજ્યમાં હજુ પણ 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. આજે કોરોનાના કારણે અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. આ વૃદ્ધને હાઇપર ટેન્શનની બીમારી હતી.
કોરોનાના કુલ 2220 એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ 2220 દર્દીઓ છે, રાજ્યમાં 317 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 12,70,154 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેઓને રજા આપવામાં આવી છે, અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11056 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.હાલ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.96 ટકા છે.
અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ કેસ
રાજ્યમાં વિવિધ જિલ્લા અને કોર્પોરેશનમાં નોંધાયેલા કોરોનાના કેસ પર એક નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા છે. 112 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સુરતમાં નવા 38 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 48 કેસ સામે આવ્યા છે. મહેસાણામાં નવા 21 કેસ નોંધાયા છે. મોરબીમાં 15 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 25 કેસ નોંધાયા છે. અમરેલીમાં 11 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 10 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગરમાં 8 કેસ સામે આવ્યા છે. જામનગરમાં 9 કેસ સામે આવ્યા છે. જ્યારે વલસાડમાં પણ 7 કેસ નોંધાયા છે. ભાવનગરમાં નવા 6 કેસ નોંધાયા છે. પાટણમાં નવા 5 કેસ સામે આવ્યા છે. ખેડામાં 4 કેસ, કચ્છમાં 4 કેસ, પંચમહાલમાં પણ 4 કેસ સામે આવ્યા છે. જ્યારે આણંદમાં 3 કેસ, નવસારીમાં 3 કેસ અને પોરબંદરમાં પણ 3 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને તાપી જિલ્લામાં 1-1 કેસ નોંધાયો છે.