રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળા વચ્ચે રસીનો જથ્થો ખુટ્યો, આરોગ્ય વિભાગે રસીકરણની વિગતો જાહેર કરવાનું બંધ કર્યું


  • Published By :
  • Published Date : 2023-04-04 16:09:08

ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાના કારણે તાજેતર કેટલાક લોકોના મોત પણ થયા છે. જો કે તેનાથી વિપરતી રાજ્યમાં કોરોના વેક્સિનનો જથ્થો ખુટી જતા સ્થિતિ ચિંતાજનક બની છે. રાજ્યના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે જ આ જિલ્લામાં વેક્સિનનો જથ્થો પણ ખૂટ્યો છે. આ જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે તેમ-તેમ કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો થયો છે. રસીનો જથ્થો ખુટતા લોકો રસી લીધા વગર જ આરોગ્ય કેન્દ્રો પરથી પરત ફરી રહ્યા છે.


વિવિધ શહેરોમાં રસીકરણ બંધ


રાજ્યના ચાર મોટા શહેરોમાં કોરોના રસીનો જથ્થો ખુટી ગયો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં સરકારે રસીકરણ અભિયાન બંધ કર્યું છે. કોરોનાની રસીઓ જેવી કે કોવિશીલ્ડ, કોવેક્સિન કે સ્પુતનિક કે કોર્બિવેક્સ વેક્સિનની ભયાનક અછત જોવા મળી રહી છે. સરકારની આ બેદરકારીના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં 31 માર્ચ પછી કોરોના રસીનો એક પણ ડોઝ નથી. જેને લઈને મનપાના આરોગ્ય વિભાગના અધિકારીએ સરકાર પાસે રસીની માગણી કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાનો સ્ટોક ખુટી જતા ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા રસીકરણના આંકડા પણ 1 એપ્રિલથી  જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?