દેશમાં વધી રહેલા કોરોના કેસો ફરી એક વખત ચિંતાનો વિષય બન્યો છે. કોરોના ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ચાર મહિનામાં પહેલી વખત 16 માર્ચના રોજ સૌથી વધારે કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગુરૂવારે 754 નવા કેસ કોરોનાના સામે આવ્યા છે. જે બાદ દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4000ને પાર પહોંચી ગઈ છે. તે ઉપરાંત H3N2 ના કેસમાં પણ વધારો થતા તેની પર પણ નજર રાખવામાં આવી રહી છે.
એક દિવસમાં નોંધાયા આટલા કેસ
એક સમયે કોરોનાના કેસમાં ભારે ઘટાડો નોંધાયો હતો. પરંતુ દેશ પર ફરી એક વખત કોરોના સંકટ તોડાઈ રહ્યું છે. ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 16 માર્ચના રોજ કોરોનાના 754 કેસ નોંધાયા છે. વધતા કેસને લઈ કેન્દ્ર સરકારે રાજ્યોને એક્ટિવ રહેવા સૂચના આપી દીધી છે. દેશમાં એક્ટિવ સંક્રમિતોનો આંકડો 4 હજારને પાર પહોંચી ગયો છે.
6 રાજ્યોને કેન્દ્ર સરકારે કર્યા એલર્ટ
વધતા કેસોને લઈ કેન્દ્ર સરકારે 6 રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી હતી. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, તમિલનાડુ તેમજ કેરળને સતર્ક રહેવા જણાવ્યું છે. કોરોનાની સાથે સાથે H3N2ના કેસો પણ વધી રહ્યા છે. ગુજરાતમાં 100થી વધારે કેસ નોંધાયા હતા. વધતા જતા કેસોને લઈ સરકાર પણ સંભવિત વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી રહી છે.