વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે ચિંતા વ્યાપી ઉઠી છે. કોરોનાને કારણે ચીનની પરિસ્થિતિ વણસી ગઈ છે. કોરોનાને કારણે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે જ્યારે હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. જેને કારણે સ્મશાનગૃહ લાશોથી ભરાઈ ગયું છે. પરંતુ ચીન સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને ચીનમાં આવવાની અનૂમતિ આપી દીધી છે. ઉપરાંત ક્વોરેન્ટાઈન થવાના નિર્ણયને પણ હટાવી દીધો છે. ત્યારે અમેરિકા, ઈટલી, જાપાન, ભારત જેવા દેશોએ વધતા કોરોના સંક્રમણને લઈને નિયમો કડક કરી દીધા છે.
કોરોનાના નિયમોમાં ચીને ફેરફાર કરતા વધી દેશોની ચિંતા
કોરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અનેક દેશોમાં કોરોને કારણે પરિસ્થિતિ એકદમ વિકટ બની રહી છે. સૌથી વધારે ખરાબ હાલત ચીનની હોય તેવું લાગી રહ્યું છે. દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન લાખોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. લોકો મોતને પણ ભેટી રહ્યા છે. પરંતુ વધતા કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારે અનેક પ્રતિબંધો હળવા કરી દીધા છે. જેને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી ગઈ છે.
કોરોના રિપોર્ટ નેગેટીવ હશે તેને જ આપવામાં આવશે પ્રવેશ
ચીન સરકારે વિદેશથી આવતા લોકોને ચીનમાં આવવાની પરવાનગી આપી દીધી છે. ઉપરાંત ક્વોરેન્ટાઈન થવાની પણ જરૂર નથી તેવા નિયમો બહાર પાડ્યા છે. તો બીજી તરફ અમેરિકા, જાપાન, ભારત જેવા દેશોએ પોતાના નિયમો કડક કરી દીધા છે. પોતાના દેશમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. અમેરિકા, ઈટલીમાં ચીનથી આવતા એવો લોકોને જ પ્રવેશ આપવામાં આવશે જેનો કોરોના રિપોર્ટ નેગેટીવ હોય. ચીનથી આવતા તમામ યાત્રિકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. ભારત સરકારે પણ વધતા કોરોના કેસને લઈ નિયંત્રણો લાદી દીધા છે.